ઈન્ટરનેશનલ લેવલે ગુજરાતના બે બાળકોને મળી અનોખી સિદ્ધી

 

પોરબંદર: વિશ્ર્વભરના ૭૦થી વધુ દેશોના ૬૦ હજારથી વધુ બાળકોએ ઈન્ટરનેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને કોડિંગ સ્પર્ધા કોડેવર-૨૦૨૧માં ભાગ લીધો હતો. જેમાં પોરબંદના બે બાળકો દ્વારા બનાવવામાં આવેલ સ્માર્ટ ઓટોનોમસ શોપીંગ કાર્ટ તેમજ ઓટોનોમસ સ્માર્ટ ડસ્ટબીન પ્રોજેકટ બનાવનાર બંન્ને બાળકાએ ઈન્ટરનેશનલ કક્ષાની કોડેવર-૨૦૨૧ સ્પર્ધામાં મોટી સફળતા મેળવી પોરબંદર સહિત દેશનું નામ રોશન કર્યુ હતું. આજના યુગમાં બાળકો રોબોટીકસ અને કોડિંગનું એજયુકેશન પણ મેળવી રહ્યા છે. સ્ટેમ એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ અને મેથ્સ અને કોડિંગ એટલે કે કોમ્પ્યુટરને તેઓ સમજે તેવી કોડિંગ ભાષામાં સૂચનાઓ આપવાની પ્રક્રિયા છે. રોબોટીકસ એટલે રોબોટનું કન્સટ્રકશન કરવું અને ચોક્કસ કાર્ય કરવા માટે તેને પ્રોગ્રામ દ્વારા કંટ્રોલ કરવુ. દર વર્ષે ઈન્ટરનેશનલ કક્ષાએ બાળકોની પ્રતિભા બહાર આવે અને તેઓને પોતાની પ્રતિભા બતાવવાનુ પ્લેટફોર્મ મળી રહે તેવા ધ્યેય સાથે કોડિંગ સ્પર્ધા કોડેવર યોજવામાં આવતી હોય છે. વર્ષ ૨૦૨૧ માટે પણ કોડએવર-૨૦૨૧ એઆઈ અને કોડિંગની આંતરરાષ્ટ્રીય કોડિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ૭૦થી વધુ દેશોના ૬૦ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં પોરબંદરની રોબોફન લેબના માધવ ભાયાણી, સોહમ લલાડીયા, પ્રિત વાટલિયા અને વત્સલ ગાંધી એમ કુલ ચાર બાળકોએ ભાગ લીધેલ હતો. જેમા માધવ ભાયાણીએ સ્માર્ટ ઓટોનોમશ શોપીંગ કાર્ટનો પ્રોજેકટ રજુ કર્યો હતો. જ્યારે સોહમ લાલડીયાએ ઓટોનોમસ સ્માર્ટ ડસ્ટબીન પ્રોજેકટ પ્રસ્તૃત કર્યો હતો. આ સ્પર્ધામાં માધવ ભાયાણીના પ્રોજેકટ સ્માર્ટ ઓટોનોમશ શોપીંગ કાર્ટને ફર્સ્ટ રનરસ-અપ સાથે સિલ્વર મેડલ મળ્યું હતું. જયારે સોહમ લલાડીયાના ઓટોનોમસ સ્માર્ટ ડસ્ટબીન પ્રોજેકટને બેસ્ટ હાર્ડવેરના પદ સાથે સન્માન મળ્યું હતું. આ બંને બાળકોને મળેલ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ તેમના પરિવારજનોમાં પણ ખુશી જોવા મળી હતી. સાથે જ રોબોફન લેબના સંચાલક સમીર પુરોહિત સહિતના સ્ટાફે પણ આ સિદ્ધિ બદલ બાળકોને શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here