H-1b CAP ભરાઈ ગઈ હોય તે પછીય મને H-1B વીઝા મળે ખરો?

0
922

નાણાંકીય વર્ષ ૨૦૨૨ના H-1B cap માટે પ્રારંભિક રજિસ્ટ્રેશન ૯ માર્ચથી ૨૫ માર્ચ, ૨૦૨૧ દરમિયાન હતું. ઇલેક્ટ્રોનિકલી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું અને ૧૦ની ફી ભરવાની હતી. H-1B cap-subject પિટિશન કરતાં પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. હવે પૂરતી સંખ્યામાં રજિસ્ટ્રેશન મળી ગયા હશે તો તેમાંથી USCIS રેન્ડમલી જરૂરી સંખ્યામાં અરજીઓ પસંદ કરશે અને તેમાં જે વ્યક્તિ માટે રજિસ્ટ્રેશન કરાવાયું હશે તેના માટેની cap-subject પિટિશન ફાઇલ કરવાની રહેશે.

જરૂરી સંખ્યા નહીં થાય તેવું લાગે ત્યારે બાદમાં પણ USCIS રિઝર્વ રાખેલા રજિસ્ટ્રેશન્સમાંથી પણ વધુને મંજૂર કરી શકે છે, જેથી રેગ્યુલર કેપ અથવા એડવાન્સ્ડ ડિગ્રી માટે વીઝાની ફાળવણીની સંખ્યા પૂર્ણ થઈ શકે. રિસિટ નોટિસ ના મળે ત્યાં સુધી સૌના મનમાં અનિશ્ચિતતા રહે છેઃ જો મારી પિટિશન  H-1B cap હેઠળ સ્વીકારાશે નહિં, તો શું તે પછી મારા માટે H-1B  સ્ટેટસ મેળવવાનો કોઈ રસ્તો નહીં હોય?

કમનસીબે રેગ્યુલર Bachelors H-1b ૫૮,૨૦૦ જેટલી જ છે અને Master cap પણ વધુમાં વધુ ૨૦,૦૦૦ લોકોને વીઝા મળે છે. આ સિવાય પણ કેટલાક અપવાદરૂપ કિસ્સામાં cap-exempt H-1B વીઝા મળી શકે છે ખરા. તેમાંની એક કેટેગરી છે બે સંસ્થાઓમાં નોકરી માટે મળતા વીઝાઃ (૧) ઊચ્ચ અભ્યાસ માટેની અથવા તેને સંલગ્ન નોન-પ્રોફિટ ઇનિ્સ્ટટ્યૂટ્સમાં જોબ; અથવા (૨) નોન-પ્રોફિટ રિસર્ચ સંસ્થા અથવા સરકારી રિસર્ચ સંસ્થામાં નોકરી.

આ પ્રકારની સંસ્થાઓની ઓળખ કરવા માટે હાયર એજ્યુકેશન અૅક્ટ, ૧૯૬૫ની કલમ 101(a)માં આપવામાં આવેલી વ્યાખ્યાને સ્વીકારવામાં આવી છે. આ માટે ૩ શરતો આ એજ્યુકેશન ઇનિ્સ્ટટ્યૂશન્સે પૂર્ણ કરવી પડેઃ

(૧) ગ્રેજ્યુએશન કે સમકક્ષ સર્ટિફિકેટ આપનારી સંસ્થાના વિદ્યાર્થીઓને રેગ્યુલર સ્ટુડન્ટ્સ તરીકે પ્રવેશ મળતો હોવો જોઈએ; (૨) સેકન્ડરી એજ્યુકેશનથી આગળનું ઊચ્ચ શિક્ષણ આપવા માટે સત્તાવાર મંજૂરી જે તે રાજ્યમાંથી મળેલી હોવી જોઈએ; અને (૩) બેચલરની ડિગ્રી આપતો અભ્યાસક્રમ ચાલતો હોવો જોઈએ અથવા તેને સમકક્ષ ગણાય તેવો ઓછામાં ઓછો બે વર્ષનો અભ્યાસક્રમ હોવો જોઈએ. આ ઉપરાંત (૪) તે પબ્લિક અથવા નોનપ્રોફિટ ઇનિ્સ્ટટ્યૂટ હોવી જોઈએ, (૨) રાષ્ટ્રીય એક્રેડિટિંગ એજન્સી અથવા એસોસિએશનની માન્યતાપ્રાપ્ત કરેલી હોવી જોઈએ.

હાયર એજ્યુકેશનની ઇનિ્સ્ટટ્યૂટ છે તેની ખાતરી થાય તે પછી ત્યાંની નોકરી કેવા પ્રકારની હોવી જોઈએ તેનો સવાલ થાય છે. એટલે કે (૧) Employed by અને employed at બંનેમાં ફરક શું છે, અને (૨) નોન-પ્રોફિટ ઇનિ્સ્ટટ્યૂશ હાયર એજ્યુકેશનની ઇનિ્સ્ટટ્યૂટ સાથે related to or affiliated with (સંબંધિત છે કે સંલગ્ન છે) તે કેવી રીતે નક્કી કરવું.

૨૦૦૬ના Aytes memo at અને by વિશે સમજૂતિ અપાઈ છે. મોટા ભાગે પોતાને ત્યાં જેમને નોકરીએ રાખવાના હોય તેના માટે અરજી સંસ્થા કરતી હોય છે એટલે by  શબ્દ ત્યાં લાગુ પડે. પરંતુ અમુક કેસમાં અરજી કરનારી સંસ્થા પોતે આ લાયકાત ધરાવતી હોતી નથી, છતાં કર્મચારી વતી અરજી કરે છે અને જણાવે છે કે જે તે વ્યક્તિ અન્ય લાયક સંસ્થાને ત્યાં જરૂરી કામગીરી બજાવશે. આ રીતે at  શબ્દનો ઉપયોગ કરીને અરજી કરાય છે, જેને third party petitioners કહેવામાં આવે છે.

આ રીતે વીઝા મેળવનાર કર્મચારી થર્ડ પાર્ટી પિટિશનર સંસ્થાને ત્યાં નોકરીએ રહેલો ગણાશે, પરંતુ તે પોતાની કામગીરી અન્ય લાયકાત ધરાવતી સંસ્થામાં કરશે. તે જગ્યાએ કર્મચારી આવશ્યક અને મિશન હેઠળની સંશોધન વગેરેની કામગીરી કરશે. જ્યાં કામગીરી કરે તે સંસ્થા નોનપ્રોફિટ રિસર્ચ ઇનિ્સ્ટટ્યૂટ અથવા સરકારી રિસર્ચ ઇનિ્સ્ટટ્યૂટ હોવી જોઈએ.

આ રીતે બે સંસ્થાઓ વચ્ચે સંબંધ છે કે સંલગ્ન છે તે સાબિત કરવાનું હોય છે. પરંતુ તેની વ્યાખ્યા કેવી રીતે કરવી અને કેવી રીતે નક્કી કરવું કે બે સંસ્થાઓ related to or affilated with  છે.

To be Continued……………

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/