ગૃહ વિભાગના પબ્લિક ચાર્જના ફાઈનલ રૂલ્સ 23 ડિસેમ્બરથી અમલમાં

0
512

પબ્લિક ચાર્જ અંગેના ફાઈનલ રૂલ્સ ગૃહ વિભાગે જાહેર કર્યા છે તેનો અમલ 23 ડિસેમ્બર, 2022થી શરૂ થઈ ગયો છે. અમેરિકાના નાગરિકો ના હોય તેવા લોકો માટે પબ્લિક ચાર્જના નિયમોને નકારવા માટે કેવા ધોરણો અપનાવાશે તેની સ્પષ્ટ અને એક સમાન કાર્યવાહી આ નવા નિયમોને કારણે શક્ય બનશે. દાયકાથી મેડિકેઇડ તથા પોષણ મેળવવા માટેના દાવા થાય ત્યારે તેમાં બિનનાગરિક માટે કેવી રીતે નિર્ણય કરવો તેની અવઢવ રહી હતી. આ અગાઉની સરકારે આ માટેના સ્પષ્ટ નિયમો ઘડવાની શરૂઆત કરી  હતી અને લાંબા સમયથી ચાલતી આવતી પ્રણાલીને ફરી લાગુ કરવાની કોશિશ કરી હતી.

પબ્લિક ચાર્ડ ઇનએડમિસિબિલીટી નક્કી કરવા માટે હવેથી અરજદારની “ઉંમર; તબિયત; પારિવારિક સ્થિતિ; મિલકતો, સ્ત્રોતો, અને આર્થિક દરજ્જો; શિક્ષણ અને કુશળતા;” વગેરે ધ્યાને લેવાશે. INAના સેક્શન 213A હેઠળ યોગ્ય એફિડેવિટની જરૂર હોય ત્યારે તેને ધ્યાને લેવાશે. હાલમાં કે ભૂતકાળમાં સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઈન્કમ (SSI);  cash assistance for income maintenance under Temporary Assistance for Needy Families (TANF હેઠળ કામચલાઉ મદદ માટે રોકડ સહાય મળી હોય તે; રાજ્ય, ટ્રાઇબલ કે સ્થાનિક સત્તાવાળા તરફથી જનરલ આસિસ્ટન્સ તરીકે ઓળખાતી રોકડ સહાય મળી હોય તે; અથવા સરકાર ખર્ચે લાંબો સમય વિતાવાયો હોય તે બાબતોને ધ્યાને લેવાશે.

સરકારી ખર્ચે લાંબો સમય વિતાવ્યો તે સિવાયની બાબતમાં પોષણ સહાય, સરકારી આવાસ કે શાળામાં ભોજનની સહાય મળી હોય તેને ધ્યાને લેવાશે નહીં.

આ કાયદાનો વાજબી રીતે અમલ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેથી USCIS ઓફિસર્સ જાણી શકે કે કેવી રીતે અમલ કરવાનો છે. તેના આધારે 23 ડિસેમ્બર કે તેના પછી દાખલ કરાયેલી અરજીનો નિકાલ ઓફિસર્સ કરી શકશે. USCIS તરફથી 12/23/22 એડિશનનું Form I-485 જાહેર કરાયેલું છે. એડજસ્ટ સ્ટેટસ માટે આ જ ફોર્મનો ઉપયોગ કરવો અને જૂનું ફોર્મ ઉપયોગમાં લેવું નહીં.

એ જ રીતે 23 ડિસેમ્બર પછી ભરાયેલા 07/15/22ની એડિશનના 23 ડિસેમ્બર કે તેની પહેલાનાં પોસ્ટમાર્ક કરાયેલા Form I-485 હશે તેને USCIS રદ કરી દેશે. 12/23/22ની એડિશનના Form I-485 23 ડિસેમ્બર કે તેની પહેલાનાં પોસ્ટમાર્ક કરાયેલા હશે તેને તેને USCIS રદ કરી દેશે.

પબ્લિક ચાર્જ વિશે વધુ માહિતી માટે USCISની વૅબસાઇટ પર આ લિન્ક જુઓ: https://www.uscis.gov/newsroom/alerts/dhss-public-charge-final-rule-goes-into-effect-on-dec-23

પોલીસી એલર્ટ માટેની લિન્ક: https://www.uscis.gov/sites/default/files/document/policy-manual-updates/20221219-PublicChargeFinalRule.pdf

અમેરિકાના સિટીઝનશીપ અને ઇમિગ્રેશન લૉઝ વિશે આ પ્રકારની વધારે માહિતી મેળવવા માટે અથવા આ પ્રકારે અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન વિશે જરૂરી માર્ગદર્શન મેળવવા માગતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/