એચ-1બીનું એબીસીઃ મારી માસ્ટર્સ ડિગ્રી એચ-1બી માસ્ટર્સ કેપ માટે મને ક્વોલિફાય કરશે?

0
1045

અનેક એફ-1 વિઝાધારકો, ખાસ કરીને એવા જેઓ ઓપીટીમાં વ્યસ્ત હોય છે અને પ્રોફેશનલ-સ્પેશિયલિટી વર્કર્સ (એચ-1બી વર્કર્સ) બનવા માટે પોતાનું ઇમિગ્રેશન સ્ટેટસ બદલી શકે છે. એચ-1બી કેપ વ્યક્તિગત સંખ્યાની કોંગ્રેસે નિર્ધારિત કરેલી સંખ્યા છે, જેઓનું દર નાણાકીય વર્ષ દરમિયાન એચ-વનબી સ્ટેટસ મંજૂર કરી શકાય છે. મોટા ભાગના વિદેશી નાગરિકો એચ-વનબી નોનઇમિગ્રન્ટ ક્લાસિફિકેશન ઇચ્છતા હોય છે, જે 58,200ની મર્યાદાને આધીન હોય છે. આ સિવાય વધારાના 20 હજાર એચ-1બી વિઝા છે, જે વિઝા એવી વ્યક્તિઓ પૂરતા મર્યાદિત હોય છે જેઓએ યુનાઇટેડ સ્ટેટસ કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી (અથવા ઉચ્ચ પદવી) મેળવી હોય.
ઇમિગ્રેશન પ્રેક્ટિસનર્સ, એફ-1 વિદ્યાર્થીઓ, ભાવિ એચ-1બી રોજગારદાતાઓએ એ નોંધવું જોઈએ કે યુનાઇટેડ સ્ટેટ્સ કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી મળેલી દરેક માસ્ટર્સ ડિગ્રી એચ-1બી ‘માસ્ટર્સ કેપ’ અંતર્ગત વિદેશી નાગરિકને વધારાના 20 હજાર એચ-વનબી વિઝા માટે ક્વોલિફાય કરતી નથી.
માસ્ટર્સ કેપ માટે ક્વોલિફાય થવા માટે કેટલાક માપદંડને અનુસરવું પડે છે. પ્રથમ, ડિગ્રી માસ્ટર્સ ડિગ્રી તરીકે ક્વોલિફાય હોવી જોઈએ. આ ઉપરાંત, માસ્ટર્સ ડિગ્રી હાયર એજ્યુકેશન એક્ટ ઓફ 1965ના સેક્શન 101 (એ) દ્વારા વર્ગીકૃત ‘યુએસ ઇન્સ્ટિટ્યુશન ઓફ હાયર એજ્યુકેશન’ દ્વારા ઇશ્યુ થયેલી હોવી જોઈએ.
અમેરિકાએ ઇશ્યુ કરેલી ડિગ્રી માસ્ટર્સ ડિગ્રી (માર્સ્ટ કેપના હેતુ માટે) છે કે નહિ, તે નક્કી કરવા યુએસસીઆઇએસ નિર્ણયકર્તાઓ ડિગ્રીનું નામાભિધાન ધ્યાનમાં રાખે છે. હકીકત એ છે કે ડિગ્રી પોતાની જાતે માસ્ટર્સ ડિગ્રી તરીકે અનુકૂળ હોતી નથી. દાખલા તરીકે, કિરોપ્રેક્ટિસીસના ક્ષેત્રમાં, એન્ટ્રી-લેવલ ડિગ્રી ‘ડોક્ટર ઓફ કિરોપ્રેક્ટિક’ છે અને એ ડિગ્રી મેળવતાં અગાઉ કોઈ પણ ફિલ્ડમાં બેચલર્સ ડિગ્રીની જરૂર પડતી નથી. વિવિધ એટર્ની ‘જ્યુરીસ ડોક્ટરેટ’ ડિગ્રી (જે. ડી.) અને મેડિકલ ડોક્ટરો સમાન ‘ડોક્ટર અથવા મેડિસીન’ ડિગ્રી (એમ.ડી.) ધરાવતા હોય છે. જે. ડી. અથવા એમ. ડી. ડિગ્રી મેળવતાં અગાઉ, ડિગ્રીધારકે સૌપ્રથમ કેટલાક ચોક્કસ શૈક્ષણિક ક્ષેત્રમાં બેચલર્સ ડિગ્રી મેળવવી જોઈએ. જો પીએચ.ડી.ની સમકક્ષ ડિગ્રી ન હોય, તો જે. ડી. અથવા એમ. ડી. ડિગ્રી માસ્ટર્ડ ડિગ્રીની સમકક્ષ ગણવામાં આવશે.
માસ્ટર્સ ડિગ્રી હાયર એજ્યુકેશન એક્ટ ઓફ 1965ના સેક્શન 101 (એ) દ્વારા વર્ગીકૃત ‘યુએસ ઇન્સ્ટિટ્યુશન ઓફ હાયર એજ્યુકેશન’ દ્વારા ઇશ્યુ થયેલી હોવી જોઈએ. આ કાયદા અંતર્ગત માસ્ટર ડિગ્રી આપતી શૈક્ષણિક સંસ્થાએ પાંચ જરૂરિયાતો સંતોષવી જોઈએ. પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ જરૂરિયાત એ છે કે શૈક્ષણિક સંસ્થા પબ્લિક અથવા અન્ય નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોવી જોઈએ. દ્વિતીય જરૂરિયાત એ છે કે માસ્ટર ડિગ્રી આપતી ઇન્સ્ટિટ્યુશન રાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત એજન્સી અથવા એસોસિયેશન હોવી જોઈએ.
આ સિવાય, શૈક્ષણિક સંસ્થાએ નીચે મુજબની અન્ય ત્રણ જરૂરિયાતો સંતોષવી જોઈએઃ 1. શૈક્ષણિક સંસ્થા એવી હોવી જોઇએ કે નિયમિત વિદ્યાર્થીઓને સેકન્ડરી એજ્યુકેશન આપતી સ્કૂલમાંથી સ્નાતકની પદવી આપતી હોય, અથવા સર્ટિફિકેટની સમકક્ષ માન્યતા આપતી હોય. 2. આ પ્રકારની સંસ્થા સેકન્ડરી એજ્યુકેશન સિવાય શૈક્ષણિક કાર્યક્રમ પૂરો પાડવા માટે કાયદેસર રીતે માન્યતાપ્રાપ્ત હોવી જોઈએ. 3. સંસ્થાએ શૈક્ષણિક કાર્યક્રમ પૂરો પાડવો જોઈએ, જે સ્નાતકની પદવી એનાયત કરતી હોય અથવા બે વર્ષના પ્રોગ્રામથી ઓછો શૈક્ષણિક કાર્યક્રમ પૂરો પાડતી ન હોય, આ પ્રકારની ડિગ્રી ફુલ ક્રેડિટ માટે સ્વીકાર્ય છે.
દાખલા તરીકે બે સમાન વિદેશી વિદ્યાર્થીઓનો કેસ જોઈએ. એક વિદ્યાર્થીએ ડીવેરાય યુનિવર્સિટીની કેલર સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએની ડિગ્રી મેળવેલી હોય અને બીજા વિદ્યાર્થીએ થન્ડરબર્ડ સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટમાંથી ડિગ્રી મેળવી હોય. જ્યારે ડીવેરાય ફોર-પ્રોફિટ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, કેલર સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ ડિગ્રી મેળવનાર વિદેશી વિદ્યાર્થી માસ્ટર્સ એચ-1બી કેપ માટે ક્વોલિફાય થશે નહીં, જયારે થન્ડરબર્ડ સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટમાંથી ડિગ્રી મેળવનાર બીજો વિદ્યાર્થી માસ્ટર્સ એચ-1બી કેપ માટે ક્વોલિફાય થશે. થન્ડરબર્ડ પ્રાઇવેટ બિઝનેસ સ્કૂલ છે, પણ તે નોનપ્રોફિટ શૈક્ષણિક સંસ્થા છે. જોકે, એ નોંધવું જોઈએ કે કેલર સ્કૂલ ઓફ મેનેજમેન્ટનો વિદ્યાર્થી રેગ્યુલર એચ-1બી કેપ માટે ક્વોલિફાય થશે.
તમારો કેસ માસ્ટર્સ કેપ એચ-1બી નોનઇમિગ્રન્ટ વિઝા તરીકે ક્વોલિફાય થશે કે નહિ તેના વિશેની વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.      201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here