જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આ સમયગાળામાં આપને સુખ તથા દુ:ખ, અનુકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. મકાન કે મિલકતને લગતા પ્રશ્ર્નોમાં ઉકેલ ઘણા પ્રયાસો બાદ મેળવી શકશો. ગૃહજીવનમાં એકંદરે સંવાદિતા રહેશે. જીવનસાથીનો સહકાર વધે તેમ છે. નિરાશાજનક વલણ ત્યજી દેજો. આરોગ્ય જળવાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૬, ૭, ૮ સામાન્ય દિવસો ગણાય. તા. ૯, ૧૦ લાભ થાય. તા. ૧૧, ૧૨ સફળ દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)

નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહ શુભ ફળદાયી પુરવાર થાય તેમ છે. આ ક્ષેત્રમાં એકંદરે સાનુકૂળતા સર્જાશે. તકલીફો હશે તો તે દૂર થશે. ઉપરી અધિકારીનો સાથસહકાર મળી રહેશે. ધંધાકીય બાબતોમાં વિશેષ ધ્યાન આપવું પડશે. ગ્રહજીવનમાં સંયમ અને સહનશીલતા રાખવાથી સંવાદિતા જળવાશે. તા. ૬, ૭, ૮ આનંદમય દિવસો ગણાય. તા. ૯, ૧૦ એકંદરે રાહત જણાશે. તા. ૧૧, ૧૨ દરેક રીતે સંભાળવું પડશે.

મિથુન (ક.છ.ઘ.)

નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેવા પામશે. મકાન-સંપત્તિ તથા મિલકતોના પડતર પ્રશ્ર્નોનો નિકાલ આવતાં રાહત થશે. નોકરિયાતોને માટે વાતાવરણ હવે સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા  બઢતીની તકો વધવા પામશે. આ સંદર્ભમાં આપના પ્રયત્નો ફળશે. કૌટુંબિક કાર્યો થઈ શકશે. તા. ૬, ૭, ૮ એકંદરે રાહત થશે. તા. ૯, ૧૦ લાભ મળી શકે. તા. ૧૧, ૧૨ કૌટુંબિક કાર્યો થઈ શકશે.

કર્ક (ડ.હ.)

નોકરિયાત વર્ગ માટે આ સમય મધ્યમ જણાય છે. આ ક્ષેત્રના કોઈ પ્રશ્ર્નો હશે તો હજી પરિસ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના ખરી જ. ધંધાકીય બાબતોમાં પણ સંભાળીને કાળજીપૂર્વક નિર્ણયો લઈને ચાલશો તો નુકસાન ઓછું થશે. મકાન-મિલકત તથા વાહનોના પ્રશ્ર્નમાં હજી માનસિક અશાંતિ રહેશે. નાના-મોટા પ્રવાસ થઈ શકે તેમ છે. તા. ૬, ૭, ૮ સામાન્ય દિવસો. તા. ૯, ૧૦ કાળજીપૂર્વક નિર્ણયો લેવા. તા. ૧૧, ૧૨ માનસિક અશાંતિ રહેશે.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે છતાં મકાન-મિલકતને લગતા પ્રશ્ર્નો માટે હજી સમય વિશેષ સાનુકૂળ જણાતો નથી. સંતાનના પ્રશ્ર્નો હશે તો તેનું નિરાકરણ આવતાં અવશ્ય રાહતનો અનુભવ થશે. તબિયત સારી રહેશે. મિલન-મુલાકાત શક્ય બનશે. નાણાકીય લેવડદેવડમાં સંભાળવું. તા. ૬, ૭, ૮ એકંદરે રાહત જણાશે. તા. ૯, ૧૦ ધારણા બહારની સફળતા મળે. તા. ૧૧, ૧૨ નાણાકીય લેવડ-દેવડમાં સંભાળવું.

કન્યા (પ.ઠ.ણ.)

વ્યાવસાયિક ક્ષેત્રે આપ સફળતા મેળવી શકો તેમ છો. મુશ્કેલીઓનો અંત આવતાં રાહતની લાગણી અવશ્ય અનુભવી શકશો. નોકરિયાત વર્ગ માટે પણ સમય શુભ જણાય છે. પ્રમોશનની તક મળી શકે તેમ છે. લગ્નઇચ્છુક વ્યક્તિઓ માટે પણ સમય સાનુકૂળ તક જણાય છે. મિલન, મુલાકાત શક્ય અને સફળ બનશે. તા. ૬, ૭, ૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૯, ૧૦ શુભ ફળ મળી શકે. તા. ૧૧, ૧૨ શુભ કાર્ય માટે સમય સાનુકૂળ છે.

તુલા (ર.ત.)

આનંદ અને આશાવાદ જ આપને આ સપ્તાહમાં માનસિક શાંતિ આપી શકશે. મન મજબૂત રાખી મનોબળ ટકાવી રાખશો તો અટવાયેલાં કાર્યો અવશ્ય પૂરાં કરી શકશો. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાશે. સ્થાવર-જંગમ મિલકતના પ્રશ્ર્નો માટે સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવો. તા. ૬, ૭, ૮ સામાન્ય દિવસો ગણાય. તા. ૯, ૧૦ સફળ દિવસો ગણાય. તા. ૧૧, ૧૨ સાહસથી દૂર રહેવું.

વૃશ્ર્ચિક (ન.ય.)

આ સમયગાળામાં આપ કોઈ મોટા લાભની આશા રાખી શકો તેમ નથી છતાં એકંદરે સપ્તાહમાં આપ રાહતની લાગણી અનુભવી શકશો. દામ્પત્યજીવનમાં પ્રેમભર્યું સંવાદિત વાતાવરણ બની રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવો. તા. ૬, ૭, ૮ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૯, ૧૦ એકંદરે રાહત જણાય. તા. ૧૧, ૧૨ સામાન્ય દિવસો પસાર થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયગાળામાં આપને એકંદરે રાહત રહેશે. નોકરિયાતોની મૂંઝવણો યા સમસ્યાઓ ઉકેલાતી જણાય. મહત્ત્વની વ્યક્તિનો સહકાર પણ મળે તેમ છે. પ્રમોશન અટકેલું હોય તો તે પણ મળી શકે. ધંધાકીય પરિસ્થિતિ માટે પણ ગ્રહમાન સાનુકૂળ જણાય છે. મકાન, જમીનને લગતા મહત્ત્વના પ્રશ્ર્નો હાથ ધરવા હિતાવહ નથી. તા. ૬, ૭, ૮ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૯, ૧૦ સફળ દિવસો ગણાય. તા. ૧૧, ૧૨ ખોટું સાહસ કરવું નહિ.

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં આપ હરો-ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઉચાટ-ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. નોકરિયાતોએ ખાસ સંભાળીને કામકાજ કરવું પડશે. જમીન, મકાન યા વાહનને લગતા પ્રશ્ર્નો હશે તો તેમાં કંઈક રાહત જણાશે. આરોગ્ય સંભળજો. સ્વજનો સાથે મતભેદો ટાળવા જ‚રી છે. નાણાકીય પરિસ્થિતિ યથાવત્ જણાય છે. તા. ૬, ૭, ૮ અશાંતિ, અજંપો રહેશે. તા. ૯, ૧૦ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૧, ૧૨ સહનશીલતા રાખવી.

કુંભ (ગ.શ.સ.ષ.)

આપના અટકેલા લાભો આ સમયગાળામાં અવશ્ય મેળવી શકાશે. નોકરિયાત વર્ગને તેમની હાથ ધરેલી કામગીરીમાં સફળતા મળશે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. ધંધાકીય બાબતો ગૂંચવાયેલી હશે તો તેનો ઉકેલ મળશે. જમીન, મકાન યા વાહનને લગતા પ્રશ્ર્નોમાં પ્રગતિ થતી જોવાય. આરોગ્ય જાળવજો. પ્રવાસ ટાળવો. તા. ૬, ૭ લાભ મળે. તા. ૮, ૯ સફળ દિવસો પસાર થાય. તા. ૧૦, ૧૧, ૧૨ પ્રગતિકારક રચના થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં કૌટુંબિક બાબતો માટે સમય સાનુકૂળ જણાતો નથી. સ્વજનો સાથે મતભેદ સાથે મનદુ:ખના પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ ખરી જ. આરોગ્ય જળવાઈ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ઉકેલી શકશો. મકાન-મિલકતને લગતા પ્રશ્ર્નો માટે સમય સાનુકૂળ જણાતો નથી. વ્યાવસાયિક કામગીરી માટે સમય શુભ છે. તા. ૬, ૭, ૮ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૯, ૧૦ સામાન્ય દિવસો ગણાય. તા. ૧૧, ૧૨ વ્યાવસાયિક કામગીરી થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here