નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ના સમર્થન માટે લખનઉમાં ગૃહપ્રધાન અમિત શાહની  જન- સભા 

0
1895

 

 

      નાગરિકાતા સંશોધન કાનૂન (સીએએ) નો દેશના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત કાનૂનનું સમર્થન કરવા માટે લખનઉમાં આયોજિત જન- સભાને સંબોધતાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, કેટલાક વિરોધ પક્ષો સીએએ વિરુધ્ધ લોકોમાં અપપ્રચાર ફેલાવી રહ્યા છે. તેઓ લોકોના મનમાં ભ્રમ પેદા કરી રહ્યા છે. આવા લોકો દેશને તોડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આથી ભાજપ દેશમાં વિધ વિધ સ્થળોએ આ પ્રકારની જન- રેલી યોજીને લોકોમાં સાચી પરિસ્થિતિને અંગે જાણકારી આપવા જન જાગરણ અભિયાન ચલાવી રહ્યો છે. લોકો ગમે તેટલો વિરોધ કરે, અપપ્રચાર કરે, સરકાર આ કાનૂન રદ કરવાની નથી. જયારે કાશ્મીરમાંથી લાખો પંડિતોને કાઢી મૂકવામાં આવ્યા, લાખો કાશ્મીર પંડિતોને પોતાના પરિવાર સાથે હિજરત કરવી પડી હતી. પોતના ઘર-બાર જમીન  – જાગીર બધું જ મૂકીને જીવ બચાવવા નાસવું પડ્યુ હતું , ત્યારે ક્યાં હતું આ માન અધિકાર પંચ?? જેને આ કાનૂનનો વિરોધ કરવો હોય તે ભલે કરે, આ કાનૂન પાછો લેવામાં નહિ આવે. જો કોઈ પણ વિપક્ષના નેતાને આ કાનૂન વિષયક ચર્ચા કરવાની ઈચ્છા હોય તેઓ સાથે ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. રાહુલ ગાંધી એક વાત સાફ સાંભળી લે, આ અખંડ ભારતના ભાગલા તેમના કોંગ્રેસ પક્ષને કારણે થયા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશમાં અલ્પ સંખ્યકોની સંખ્યામાં ઘટાડો થયો છે, તે લોકો કયાં જતા રહ્યા…વિપક્ષને તો દેશવિરોધી વાતો કરવાની ટેવ પડી ગઈ છે.