કચ્છમાં ૧ર કલાકમાં ભૂકંપના ૬ કંપનો અનુભવાયા

 

ભુજઃ નવરાત્રી પર્વના શરૂ થઇ ગયેલા કાઉન્ટડાઉન વચ્ચે કચ્છમાં ભૂકંપના આંચકાઓનો વણથંભ્યો દોર યથાવત રહ્યો છે, ત્યારે માત્ર ૧ર કલાકના સમયગાળામાં ભૂકંપના નાના-મોટા ૬ જેટલા કંપનો અનુભવાયા હોવાનું ગાંધીનગર સિસ્મોલોજી કચેરીથી જાણવા મળ્યું છે. સોમવારે રાત્રે ૮-૩૦ કલાકે રિક્ટર સ્કેલ પર ર.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઇથી ર૧ કિ.મી. દૂર નોંધાયું હતું. જે બાદ રાત્રે ૧૧-૦૭ કલાકે દુધઈથી ર૩ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો અને ડરામણા અવાજ સાથે આવેલો ૩.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ રાત્રે ૧-૪૧ કલાકે દુધઈથી ર૩ કિ.મી. દૂર જમીનમાં ૧રઃ૦૮ની ઊંડાઈએ ર.૪નો, ભચાઉથી ૧ર કિ.મી. દૂર સવારે ૧-પ૭ કલાકે ર.૪ની તીવ્રતા ધરાવતો આંચકો નોંધાયો હતો. જે બાદ પરોઢીયે ૭-૦૪ કલાકે દુધઈથી ર૩ કિ.મી. દૂર જમીનમાં ૬ કિ.મી.ની ઊંડાઈએ ર.૧નો જ્યારે કંડલાથી ર કિ.મી. દૂર જમીનમાં રર.૬ કિ.મી.ની ઊંડાઈએ ર.૪ મેગ્નીટ્યૂડનો આંચકો નોંધાયો હતો. અચાનક હાઇપર એક્ટિવ બનેલી કચ્છની વાગડ ફોલ્ટલાઈનમાં ભૂકંપના આંચકાનો દોર ચિંતાજનક રીતે વધી ગયો છે. વલસાડમાં પણ મંગળવારે રાત્રે ૮-૦૪ કલાકે ૨.૭ની તીવ્રતાનો ભુકંપનો હળવો આંચકો અનુભવાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here