અમેરિકામાં ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ,

 અમેરિકામાં પણ ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાન સમર્થકો સતત પોતાની માગણીઓ થોપવાનું કામ કરી રહ્યા છે. આ વખતે અમેરિકાના વોશિંગ્ટનથી આવેલી તસવીરો સાક્ષી પૂરે છે. અહીં ખેડૂત આંરિકામાં થયેલા આ પ્રદર્શનમાં ગ્રેટર વોશિંગ્ટન ડીસી, મેરિલેન્ડ, વર્જીનિયા, ન્યુ યોર્ક, ન્યુ જર્સી, પેન્સિલવેનિયા, ઈન્ડિયાના, નોર્થ કેરોલીના જેવા રાજ્યોથી ખાલિસ્તાન સમર્થકો ભેગા થયા. પ્રદર્શનકારીઓએ પોત પોતાના રાજ્યોથી વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસ સુધી કાર રેલી કાઢી. 

પ્રદર્શન વચ્ચે હાથમાં ખાલિસ્તાની ઝંડા લઈને કેટલાક અલગાવવાદી શીખો તેમાં જોડાઈ ગયા. જ્યાં તેમણે ભારત વિરોધી નારા લગાવ્યા અને ખાલિસ્તાનના સમર્થનમાં નારેબાજી પણ કરી. હાથમાં કૃપાણ લઈને આ ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસની  બહાર લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યું. એટલું જ નહીં આ લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ સ્ટેચ્યુ પર લટકાવી દીધો. ખાલિસ્તાની સમર્થકોની આ ગુંડાગીરી પર ભારતીય દૂતાવાસે એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે દૂતાવાસ બહાર લાગેલી મહાત્મા ગાંધીજીની મૂર્તિને ખાલિસ્તાની તત્વો દ્વારા ખરાબ કરવામાં આવી. આ લોકો પ્રદર્શનકારીઓનો મુખોટો પહેરેલા બદમાશો છે. અમે આ હરકતની નિંદા કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here