કોરોના વાઇરસને વધતો અટકાવવામાં સિંગાપુરની વ્યવસ્થાના વખાણઃ WHO

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ દુનિયાભરમાં કહેર વર્તાવી રહ્યો છે. પરંતુ સિંગાપુર તેને ફેલાવાથી રોકવામાં સફળ થયું છે. સિંગાપુર દ્વારા અપનાવવામાં આવેલ મોડલના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યાં છે. ચીનમાં કોરોના વાઇરસના પગપેસારો કર્યાના બે મહિના બાદ કોઈ દેશમાં સૌથી વધુ અસર થઈ હોય તો તે સિંગાપુર દેશ હતો. જ્યાં ફેબ્રુઆરી મહિનાના મધ્ય સુધી તેના સંક્રમણના ૮૦ કિસ્સા સામે આવ્યા હતા. પરંતુ, સિંગાપુરે તેને રોકવા માટે એક એવુ મેડિકલ વિકસાવ્યું, જે વાઇરસને પ્રસરતુ રોકવામાં બહુ જ સફળ રહ્યું. આ જ કારણ છે કે, સિંગાપુરમાં કોરોના વાઇરસથી એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. વિશ્વવ્યાપી મહામારીથી પહોંચી વળવા માટે સિંગાપુરની વ્યવસ્થાના વખાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કર્યા છે. સિંગાપુરમાં કોરોના વાઇરસના પ્રસાર પર લગામ રાખવા માટે સંક્રમિત લોકો અને તેમના પરિવારોને ક્વોરેન્ટાઈન કરવાની સાથે સાથે કાર્યસ્થળથી અંતર બનાવવું, સ્કૂલ-કોલેજમાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિબંધ મૂકાયો હતો. સિંગાપુરમાં આ પગલાથી કોરોના વાઇરસના સંક્રમણથી થતી બીમારીઓથી પીડાતા લોકોની સંખ્યા ઓછી કરવામાં મદદ મળી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here