એક જ દિવસમાં ૧૦૦૦૦ નવા દર્દીઓ અને ૧૩૦નાં મોતઃ અમેરિકા

 

વોશિંગ્ટનઃ અત્યારે અમેરિકા કોરોનાની કટોકટીનો સામનો કરી રહ્યુ છે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આશા છે કે, દેશની ઈકોનોમી ૧૨ એપ્રિલ સુધીમાં પાટા પર ચઢી જશે. બીજી તરફ અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. તેમાં પણ એક દિવસમાં ૧૦,૦૦૦ કેસ સામે આવતા દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૪,૦૦૦ પર પહોંચી ચુકી છે. પહેલી વખત એક જ દિવસમાં ૧૩૦ લોકોનાં મોત પણ થયા છે. જેના કારણે અત્યાર સુધીમાં અમેરિકામાં ૫૫૦ લોકો કોરોનાના કારણે મોતને ભેટી ચુક્યા છે. લોકડાઉન વચ્ચે વસ્તુઓના કાળાબજાર થઈ રહ્યા છે. અમેરિકન સરકારે ચેતવણી આપી છે કે, જે પણ કાળાબજારમાં સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ન્યુ યોર્ક શહેર કોરોનાનુ એપિસેન્ટર બની ગયુ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦૩૨ના મૃત્યુ થયા છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here