૧૦ ડોલરથી ઓછામાં મળશે રશિયાની કોરોના વેક્સિનની જાન્યુઆરીમાં ડિલીવરી

 

નવી દિલ્હીઃ દુનિમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આ મહામારીની સારવાર ન હોવાને કારણે વેક્સિન પર આશા રહેલી છે. કઈ વેક્સિનની કિંમત કેટલી હશે, વેન માર્કેટમાં ક્યારે આવશે, આ બધા સવાલ લોકોના મગજમાં છે. તેવામાં રશિયાની સ્પુતનિક-૫ વેક્સિનને લઈને મોટી જાણકારી સામે આવી છે. સ્પુતનિક-૫ના એક ડોઝની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૦ ડોલરથી ઓછી હશે. તો રશિયાના નાગરિકો માટે તે ફ્રી હશે. એક વ્યક્તિને વેક્સિનના બે ડોઝની જરૂર પડશે. 

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)એ મંગળવારે નિવેદન જારી કરી તેની જાણકારી આપી છે. મહત્ત્વનું છે કે વેક્સિને ગૈમેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી અને રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)એ મળીને વિકસિત કરી છે. સ્પુતનિક-૫ વેક્સિનની પ્રથમ આંતરરાષ્ટ્રીય ડિલીવરી જાન્યુઆરી ૨૦૨૧મા વિદેશી નિર્માતાઓની સાથે હાલની ભાગીદારીના આધાર પર ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. તો ક્લિનિકલ ટ્રાયલના બીજા અંતરિમ વિશ્લેષણ પ્રમાણે પ્રથમ ડોઝ આપ્યાના ૨૮ દિવસ બાદ Sputnik  ૯૧.૪ ટકા અસરકારક રહી છે. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here