ઈન્ટરનેટની દુનિયામાં ભારતે બનાવ્યો અનોખો વિક્રમ!

નવી દિલ્હીઃ ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશના શહેરો કરતાં વધુ ગામડાઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલું જ નહીં, દેશની અડધાથી વધુ વસ્તી એક્ટિવ ઈન્ટરનેટ વપરાશકર્તા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઈન્ટરનેટના વપરાશમાં ભારતે એક અનોખો વિક્રમ બનાવ્યો છે, જ્યારે વર્ષ 2025 સુધીમાં ભારતમાં સૌથી વધુ ઈન્ટરનેટ ગ્રોથ થશે એવો એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. હાલમાં ભારતમાં 52 ટકા ભારતીયો એટલે કે લગભગ 76 કરોડ લોકો સક્રિયપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. એક અનુમાન મુજબ આગામી બે વર્ષમાં એટલે વર્ષ 2025 સુધીમાં 90 કરોડ ભારતીય સક્રિયપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરશે. એક્ટિવ યુઝર એટલે એવા લોકો કે જેઓ મહિનામાં ઓછામાં ઓછું એક વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ભારતમાં આટલી વૃદ્ધિ પ્રથમ વખત જોવા મળી છે. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલો અનુસાર સૌથી મોટી વાત એ છે કે આ 76 કરોડ ઈન્ટરનેટ વપરાશકર્તામાંથી 40 કરોડ ગ્રામીણ લોકો છે અને 36 કરોડ લોકો શહેરોમાં રહે છે. એટલે કે શહેરો કરતાં ગામડાઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here