હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે ૨૨૮ રસ્તાઓ અને ચાર હાઇવે બંધ

સિમલા: હિમાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારો અને ઊંચી પહાડીઓમાં ભારે હિમવર્ષાને કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઓછામાં ઓછા ૨૨૮ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રોહતાંગ પાસમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૫ સેમી બરફ પડ્યો હતો, જે આ ક્ષેત્રમાં સૌથી વધુ છે.
સ્થાનિક હવામાન વિભાગે બુધવારે દરમિયાન લાહૌલ અને સ્પીતિ, ક્ધિનૌર અને ચંબા અને કુલ્લુ, ચંબા, મંડી અને સિમલાની ઊંચી ટેકરીઓમાં વધુ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. કિલર (પાંગી)માં ૯૦ સેમી, ચિત્કુલ અને જાલોરી જોટમાં ૪૫ સેમી, કુકુમસેરીમાં ૪૪ સેમી અને ગોંડલામાં ૩૯ સેમી બરફ પડ્યો હતો. કીલોંગમાં ૩૫ સેમી અને સિસુ, કોક્સર અને હંસામાં ૩૦ સેમી બરફ પડ્યો હતો. કોઠીમાં ૨૦ સેમી અને કલ્પામાં ૧૧ સેમી બરફ પડ્યો હતો, એમ વિભાગે જણાવ્યું હતું.
આ સાથે ડેલહાઉસીમાં ૫૫ મીમી, ભરમૌરમાં ૩૨.૫ મીમી, સોલનમાં ૧૫.૨ મીમી, સિમલામાં ૧૪.૨ મીમી અને ધર્મશાળામાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો.
રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં કુલ ૧૬૫ અને ચંબામાં બાવન રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. હિમવર્ષાને પગલે સિમલા જિલ્લામાં દૂરસ્થ ડોદરા ક્વાર પણ રાજ્યના બાકીના ભાગોથી કપાઈ ગયું હતું. સિમલામાં વરસાદ અને કરા પડ્યા હતા પરંતુ હિમવર્ષાથી બચી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here