હાડકાંની નબળાઈ – ઓસ્ટિયોપોરોસિસ

Dr. Rajesh Verma

વૃદ્ધાવસ્થા એક સામાન્ય રોગઃ જ્યારે હાડકાંની જમા પૂંજી ઘટવા લાગે છે.
હાડકાં શરીરને આકાર આપે છે.
હાડકાં વિના શરીરનું માંસ એક પિંડ જેવું જ હોય છે. ચાલતાં, ઊઠતાં, બેસતાં દરેક કાર્ય કરવામાં, દરેક કામમાં હાડકાં જ સાથ આપે છે. હાડકાંની મજબૂતાઈના લીધે શરીર કેટલાય આઘાત સહન કરી લે છે, પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરના અન્ય અવયવોની જેમ જ હાડકાં પણ નબળાં પડી જાય છે. પુરુષોમાં ચાલીસ વર્ષ પછી અને સ્ત્રીઓમાં રજોવૃત્તિ પછી હાડકાંમાં તાકાત રહેતી નથી. હાડકાંની આ નબળાઈને અસ્થિભંગુરતા અથવા ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે.
અસ્થિભંગુરતા શું છે? (ઓસ્ટિયોપોરોસિસ)
જ્યારે હાડકાં પોતાની તાકાતરૂપી પૂંજીને ગુમાવીને એક નુકસાન ઉઠાવતા વેપારીની જેમ અંદર ને અંદર જ ખોખલાં થઈ જાય અને નબળાં પડી જાય છે ત્યારે આ વિકારને અસ્થિભંગુરતા કહેવામાં આવે છે.
ક્યારે થાય છે?
નવજાત શિશુથી લઈને યૌવનાવસ્થા સુધી શરીરમાં ઘણાય બદલાવ આવે છે અને એ આપણે બધાય જાણીએ છીએ. 1ર વર્ષની ઉંમરથી 1પ વર્ષની ઉંમર સુધી શરીરની લંબાઈમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળે છે. સ્વાભાવિક છે કે એ સમયે હાડકાંની લંબાઈ સૌથી વધારે વધે છે. આમ જોવા જઈએ તો હાડકાંની લંબાઈ વગેરેમાં પરિવર્તન બાળપણથી 16-17 વર્ષ સુધી ખાસ જોવા મળે છે, પરંતુ જૂનાં હાડકાંનો ઘસારો અને નવાં હાડકાંનું બનતાં રહેવું તે આજીવન ચાલતું જ રહે છે. 30થી 3પ વર્ષની ઉંમર સુધી નવાં હાડકાં બનવાનું કામ ઝડપથી ચાલ્યા કરે છે, પરંતુ તેના પછી હાડકાંના નિર્માણને બદલે ઘસારો વધારે જોર પકડે છે, જેના કારણે હાડકાંમાં પહેલાં જેવી શક્તિ રહેતી નથી. આ પ્રકારે આ ક્રિયા ઉંમરની સાથે જોડાયેલી છે, પરંતુ મહિલાઓમાં રજોનિવૃત્તિ પણ એક મુખ્ય કારણ છે. રજોનિવૃત્તિ પછી મહિલાઓમાં ડિંબ ગ્રંથિઓ ઇસ્ટ્રોજન હોર્મોન્સ બનાવવાનું બંધ કરી દે છે, જેની સીધી અસર હાડકાં પર પડે છે. આ બધુ જોતાં એમ કહી શકાય કે હાડકાનું નબળા બનવું પુરુષોમાં 40 વર્ષ પછી અને સ્ત્રીઓમાં રજોનિવૃત્તિ પછી શરૂ થઈ જાય છે. અને આ હાડકાંની નબળાઈને અસ્થિભંગુરતા રોગના નામથી ઓળખવામાં આવે છે. આમ આ રોગ વૃદ્ધાવસ્થાનો રોગ કહેવાય છે, જેમાં બે પ્રકાર છેઃ ટાઇપ -1 અને ટાઇપ -ર. 1. ટાઇપ-1માં પ1થી 70 વર્ષના મધ્યમ આયુષ્યના પુરુષ અને રજોનિવૃત્તિ થઈ ગઈ હોય તેવી સ્ત્રીઓ. ટાઈપ-રમાં 70થી વધારે આયુષ્યની સ્ત્રીઓ અને 80થી વધારે ઉંમરના પુરુષોમાં આ રોગ સામાન્ય રૂપથી જોવા મળે છે.
અસ્થિભંગુરતા અથવા ઓસ્ટિયોપોરોસિસ રોગ સ્ત્રીઓમાં પુરુષોની તુલનામાં વધારે જોવા મળે છે. ટાઇપ-1 માં પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓમાં છ ગણું વધારે અને ટાઇપ-ર માં બે ગણું વધારે લગભગ રહે છે.
કેમ થાય છે?
આ વાતનો સંકેત ઉપર આપેલો છે કે પ્રૌઢાવસ્થામાં હાડકાંની ક્ષતિની ગતિ કરતાં બનવાની ગતિ મંદ પડી જાય છે. તેના સિવાય સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોર્મોન્સનું બનવાનું બંધ થઈ જવું – આમ આવાં કારણોને લીધે હાડકાં નબળાં પડી જાય છે, પરંતુ ખાણીપીણીની પણ બહુ અસર પડે છે. આ બધી બાબતોમાં, જેમ કે ચા, કોફી, ધૂમ્રપાન, દારૂ પણ હાડકાંને નબળાં કરી નાખે છે. જે લોકો બહુ જ મહેનત કરે છે અથવા તો વ્યાયામ કરે છે તેમનાં હાડકાંની મજબૂતી વૃદ્ધાવસ્થા સુધી રહે છે, પરંતુ આરામ પસંદ કરવાવાળા અને શારીરિક શ્રમનું કામ ન કરનારા પોતાના હાડકાંને સમયથી પહેલાં જ વધારે નબળાં કરી નાખે છે.
વિટામિન્સ, પ્રોટીન્સનું શરીરમાં બહુ જ મહત્ત્વ છે. તેની પર્યાપ્ત પૂર્તિથી શરીર મજબૂત અને સ્વસ્થ રહે છે. કેલ્શિયમ અને વિટામિન ડી હાડકાંની મજબૂતીમાં મુખ્ય છે.
ઘણી વાર કેટલીક વિશેષ ઔષધિઓ પણ હાડકાં પર ખરાબ અસર કરે છે. સ્ટિરોઇઇડ અને હિપેરિન ખાસ આવી ઔષધિઓ છે. કેટલાક રોગો પણ હાડકાંને નબળાં કરી નાખે છે. લાંબા સમય સુધી રહેતી બીમારી, જેમ કે રૂમેટોઇડ – સાંધાનો દુખાવો (ગઠિયા), વાઈ, ક્રોનિક બ્રોન્કાઇટિસ, ડાયાબિટીસ વગેરે, પરંતુ જો વ્યક્તિ બીમારીની સાથે સાથે યોગ્ય આહાર-વિહાર રાખે તો હાડકાંને નબળાં બનવાની ગતિને અકુંશમાં રાખી શકાય છે.
રોગથી થનારાં કષ્ટઃ અંદરથી પોલાં અને કમજોર થઈ ગયેલાં હાડકાં તૂટી જવાની હંમેશાં બીક રહ્યા કરે છે. ખાસ કરીને તે અંગો જે વધારે કામમાં લેવાય છે કે પછી જેના પર વધારે ભાર રહે છે. કરોડનાં હાડકાં, કૂલ્હામાં ફીમર, પગની એડી ઘૂંટણ, કાંડાંનાં હાડકાંમાં ફ્રેક્ચર આવવાની શકયતા વધારે છે.
ચિકિત્સાઃ અસ્થિભંગુરતા (ઓસ્ટિયોપોરોસિસ)ની તપાસ આજકાલ આધુનિક ઉપકરણોથી સરળ બની ગઈ છે. અલ્ટ્રાસાઉન્ડ બોન ડેસિટોમોટરીથી રોગની શરૂઆતની સ્થિતિમાં જ નિદાન થઈ જાય છે. આમ પણ વધી ગયેલા રોગની તપાસ સામાન્ય એક્સ-રેથી શક્ય નથી. ઓસ્ટિયોપોરોસિસ થવાનું કારણ શું છે તે રક્તપરીક્ષણથી ખબર પડી જાય છે.
કેલ્શિયમ અને વિટામિન-ડી હાડકાંની મજબૂતી માટે જરૂરી છે. એટલે ચિકિત્સક રજોનિવૃત્તિ પછી સ્ત્રીને એવો આહાર લેવાની સલાહ આપે છે જેમાં કેલ્શિયમ વધારે હોય, ઓછામાં ઓછું 1પ00 મિલી ગ્રામ કેલ્શિયમ ખોરાકમાંથી મળતું રહેવું જોઈએ. જો ઊણપ હોય તો કેલ્શિયમની ગોળી પણ લેતાં રહેવું જોઈએ. તેના સિવાય સક્રિય વિટામિન-ડી જેવું એલ્ફા-ડી 3 પણ આપવું જોઈએ.
આજકાલ ઓસ્ટિયોપોરોસિસ રોગથી બચવા માટે હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરપીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ ઇલાજ કેટલાક મહિનાથી માંડીને કેટલાંક વર્ષો સુધી હોઈ શકે છે.
હાડકાંમાં ફરીથી તાકાત લાવવા માટે કેલ્સિટોનિન અને બાઇફાસ્ટનેટ્સ પણ ઔષધિના રૂપે લેવાની સલાહ ચિકિત્સક આપે છે. આમ પણ નિયમિત આસાન તથા સરળતાથી થઈ શકે એવા વ્યાયામ તો લાભપ્રદ રહે છે. જેમ કે સવાર-સાંજ ચાલવું.
આયુર્વેદ ચિકિત્સાની અંતર્ગત આ રોગની ઉત્પત્તિ રસાદિ ધાતુઓની ન્યુનતાને આધાર માનીને કરવામાં આવે છે, જેમ કે રસ ધાતુથી રક્તના, રક્તથી માંસ, માંસ ધાતુનો મેદ, મેદ કે અસ્થિ ધાતુ અને શુક્ર ધાતુનું નિર્માણ થાય છે. જો કોઈ પણ ધાતુની ન્યુનતા થઈ જાય તો તે ધાતુ સ્વયં ક્ષીણ થઈ જાય છે, પણ બાકીની ધાતુઓ આ નિર્માણ અથવા પોષણ પણ કરે છે. સ્ત્રીઓમાં આર્તવ નિવૃત્તિ, સુધા (કેલ્શ્યિમ)ની ઊણપ વગેરે એટલે કે તેની ચિકિત્સાના અંર્તગત કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરી શકાય છે.
ગોદન્તી ભસ્મ રપ0 મિ. ગ્રા. થી પ00 મિ. ગ્રામ સુધી સાકર, મધ સાથે.
શંખભસ્મ 1રપ0 મિ. ગ્રા. થી રપ0 મિ.ગ્રા. સુધી
વંશલોચન પ00 મિ. ગ્રા. સુધી
રોગાનુસાર લક્ષણોને જોઈને ચિકિત્સામાં ઔષધિઓન પ્રયોગ કરી શકાય છે.
હળદરનો પ્રયોગ પણ આ રોગમાં લાભદાયક માનવામાં આવે છે.
અશ્વગંધા તેલની માલિશ પણ લાભદાયક રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here