જ્યોતિષ રાશિ ભવિષ્ય

જ્યોતિષ 

ચૈત્ર વદ ૧૪થી વૈશાખ સુદ ૪, વિક્રમ સંવત ૨૦૭૮ (તા. ૨૯ એપ્રિલથી તા. ૦૫ મે, ૨૦૨૨)

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહમાં આપને કોઈ અણધાર્યા ખર્ચનો પ્રસંગ આવશે. છતાં ખર્ચ પ્રમાણે આવકની વ્યવસ્થા કરી શકશો. મકાન-જમીનને લગતા પ્રશ્ર્નો હજી આપને મૂંઝવશે. માનસિક રીતે હજી નિરાંત કે સુખનો અનુભવ થાય નહિ. આપનું આરોગ્ય જાળવજો. ધીરજ, કુનેહ અને સહનશીલતાથી ગૃહજીવનના પ્રશ્ર્નોનો ઉકેલ મળશે. તા. ૨૯, ૩૦, ૧ ખર્ચના પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ ખરી જ. તા. ૨, ૩ સંભાળીને નિર્ણયો લેવા. તા. ૪, ૫ એકંદરે સફળતા મળશે.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપને એકંદરે મિશ્ર અનુભવમાંથી પસાર થવું પડશે. ઉતાવળા બની કોઈ પણ નિર્ણય લેશો તો મુશ્કેલી વધશે માટે ધીરજથી કામ લેવું. નોકરિયાત વર્ગને હવે અવરોધો દૂર થતા જણાશે. દામ્પત્યજીવનના પ્રશ્ર્નો પણ ઉકેલાઈ જશે. જીવનસાથીનું આરોગ્ય બગડ્યું હશે તો તે સુધરવા પામશે. સ્નેહીજનોથી મુલાકાત સફળ બનશે. તા. ૨૯, ૩૦, ૧ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૨, ૩ ધીરજથી કામ લેવું. તા. ૪, ૫ સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ.)

નોકરિયાત વર્ગને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધોમાંથી મુક્ત થઈ શકશો. બઢતી મળવાની શક્યતાઓ પણ ખરી જ. સાંપત્તિક પ્રશ્ર્નો હજી યથાવત્ રહેવાની સંભાવના ખરી જ. નવું હાઉસ ખરીદવા માટે હજી સમય યોગ્ય જણાતો નથી. દામ્પત્યજીવનમાં ધીરે ધીરે સંવાદિતા વધશે. બાળકોની તબિયત સાચવજો. તા. ૨૯, ૩૦, ૧ શુભ દિવસો ગણાય. તા. ૨, ૩ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૪, ૫ એકંદરે રાહત થાય.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપના નોકરી-ધંધાના ક્ષેત્રમાં રાહત ઊભી થશે. સંજોગો સાનુકૂળ થાય તેનો લાભ ઉઠાવી લેજો. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ થવાની શક્યતાઓ પણ ખરી જ. જીવનસાથીનું આરોગ્ય સાચવજો. સ્વજનોથી મતભેદ થવાની શક્યતાઓ પણ ખરી જ. આપની સમસ્યાઓ વધુ ગૂંચવાય નહિ તેનું ધ્યાન અવશ્ય રાખશો. પ્રવાસ ટાળવો. તા. ૨૯, ૩૦, ૧ સફળતાકારક દિવસો પસાર થાય. તા. ૨, ૩ કાર્યસફળતાનો યોગ જણાય છે. તા. ૪, ૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

સિંહ (મ.ટ.)

નોકરીના ક્ષેત્રમાં આપ હો તો આ સમયગાળામાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સાથે સાથે વ્યવસાય ક્ષેત્રમાં પ્રગતિની તક મળશે. સારા સમાચાર મળવાની શક્યતાઓ પણ ખરી જ. જમીન મકાનના કામકાજમાં હજી ધાર્યું થશે નહિ. રુકાવટ જણાશે. દામ્પત્યજીવનની સમસ્યાઓનો ઉકેલ મળશે. મતભેદો સર્જાયા હોય તો તેને નિવારી શકશો. તા. ૨૯, ૩૦, ૧ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૨, ૩ શુભ દિવસો. તા. ૪, ૫ આનંદમય દિવસો.

કન્યા (પ.ઠ.ણ.)

સપ્તાહમાં નોકરીના ક્ષેત્રમાં આપને ધારી સફળતા મળે તેમ જણાતું નથી. તે સિવાય પ્રવાસ, પર્યટન, મિલન મુલાકાત સફળ થઈ શકશે. સંતાનના પ્રશ્ર્નોમાં રાહત જણાશે. સ્વજનો સુખદાયક બની રહેશે. આરોગ્ય જળવાઈ રહેશે. સપ્તાહમાં સફળતાના યોગો જણાય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૯, ૩૦, ૧ દરેક રીતે સંભાળીને કામ કરવું હિતાવહ છે. તા. ૨, ૩ રાહત જણાય. તા. ૪ મિશ્ર દિવસ. તા. ૫ બપોર પછી રાહત જણાય.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં આપનો આનંદ, ઉત્સાહ, ઉમંગ જળવાઈ રહે તેવા યોગો જણાય છે. હાથ ધરેલાં સઘળાં કાર્યોમાં સફળતા મળતાં આપનો ઉત્સાહ વધવા પામશે. વિરોધીઓના હાથ હેઠા પડશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા સાથે સુખદ સંજોગોનું નિર્માણ થશે. મનદુ:ખના પ્રસંગો ઊભા થયા હશે તો તે દૂર થતાં વિશેષ આનંદ થશે. તા. ૨૯, ૩૦, ૧ આનંદમય દિવસ ગણાય. તા. ૨, ૩ શુભ સમાચાર મળે. તા. ૪ બપોર પછી રાહત થાય. તા. ૫ શુભમય દિવસ.

વૃશ્ર્ચિક (ન.ય.)

ધંધા-રોજગારના ક્ષેત્રમાં આ સમયગાળામાં આપને વિશેષ સફળતા મળે તેવા યોગો જણાય છે. જમીન, મકાનના કામકાજ પાછળ ખર્ચ વધવા પામશે. ગૃહજીવનમાં સર્જાયેલી ગેરસમજો દૂર થતાં પ્રસન્નતાનું વાતાવરણ સર્જાશે તે સિવાય સંતાનો અંગે સાધારણ ચિંતા રહેવા પામશે. તા. ૨૯, ૩૦, ૧ સફળતાસૂચક દિવસો ગણાય. તા. ૨, ૩ લાભમય દિવસો પસાર થાય. તા. ૪, ૫ ગૃહજીવનના પ્રશ્ર્નો ઉકેલાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

નોકરિયાત વર્ગ માટે આ સમય સાનુકૂળ જણાય છે. વિરોધીઓ ફાવે તેમ જણાતું નથી. બદલીની શક્યતાઓ પણ ખરી જ. વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિની નવી તકો ઊભી થવાની શક્યતાઓ પણ ખરી જ. ગૃહસ્થજીવનની સમસ્યાઓ ઉકેલી શકશો. જમીન, મકાનના કામકાજમાં સફળતા મળશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૯, ૩૦, ૧ અનુકૂળ દિવસો જણાય છે. તા. ૨, ૩ પ્રગતિ થાય. તા. ૪, શુભ સમાચાર મળે. તા. ૫ લાભ થાય.

મકર (ખ.જ.)

 આ સપ્તાહમાં આપને સુખ-દુ:ખ, અનુકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. તબિયત બગડેલી હશે તો તે પણ સુધરવાની શક્યતાઓ ખરી જ. તે સિવાય ગૃહજીવનના પ્રશ્ર્નો આપને મુંઝવશે. સહનશીલતા અએ ધીરજથી કામ લેવું પડશે. તા. ૨૯, ૩૦, ૧ એકંદરે રાહત જણાશે. તા. ૨ તબિયત સુધરશે. તા. ૩ મિશ્ર દિવસ. તા. ૪, ૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તબિયતની કાળજી વિશેષ રાખવી પડશે. નાણાકીય બાબતોમાં પણ બુદ્ધિપૂર્વક સમજી વિચારીને નિર્ણયો લેવા પડશે. મોટા લાભની અપેક્ષા રાખ્યા સિવાય શાંતિ, સંયમ, ધીરજ તેમજ સમજદારીથી નિર્ણયો લેશો તો ખાસ વાંધો આવે તેમ જણાતું નથી. તા. ૨૯, ૩૦, ૧ તબિયતની કાળજી વિશેષ રાખવી. તા. ૨, ૩ લાભમય દિવસો પસાર થાય. તા. ૪, ૫ સમજદારીથી નિર્ણયો લેવા.

મીન (દ.ચ.ઝ.થ.)

નાણાંકીય બાબતોમાં આ સપ્તાહમાં આપને ખાસ સંભાળીને કામકાજ કરવું પડશે. મિલકતને લગતા પ્રશ્ર્નોમાં ખર્ચ વધવાની સંભાવના. ગૃહજીવનમાં પણ સંવાદિતા જળવાય તે માટે પ્રયત્નો કરવા પડે. જીવનસાથીનો સહકાર મળે તેવા યોગો જણાય છે. સંતાનોને લગતી મુંઝવણ હશે તો દૂર થસે. આરોગ્ય જળવાશે. તા. ૨૯, ૩૦, ૧ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨, ૩ સફળતાસૂચક દિવસો ગણાય. તા. ૪, ૫ બપોર પછી વિશેષ રાહત જણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here