ફિફા વર્લ્ડ કપઃ આર્જેન્ટિના અને સ્પેન આઉટ, યજમાન રશિયા ક્વાર્ટર ફાઇનલમાં

મોસ્કોઃ રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં આર્જેન્ટિના, સ્પેન અને પોર્ટુગલ જેવી ધરખમ ટીમો ટુનામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. કોલંબિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. ઇંગ્લેન્ડ 2006 પછી પ્રથમ વાર વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં આવ્યું હતું. ઇંગ્લિશ ગોલકીપર જોર્ડન પિકફોર્ડે વિજયી દેખાવ કર્યો હતો.
ફ્રાન્સ સામેની મેચમાં આર્જેન્ટિના 3-4થી હારી જતાં લેજન્ડરી સુપરસ્ટાર લાયોનેલ મેસીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું હતું અને આર્જેન્ટિના વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું હતું. નોકઆઉટ રાઉન્ડમાં મેસી એક પણ ગોલ ફટકારી શક્યો નહોતો. એક તબક્કે 2-1ની સરસાઇ ધરાવતા આર્જેન્ટિનાને ફ્રાન્સે ત્રણ ગોલ ફટકારી 4-2થી પાછળ મૂક્યું હતું. આર્જેન્ટિનાએ 93મી મિનિટે ત્રીજો ગોલ ફટકારી આશા જીવંત રાખી હતી. વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં એક પણ ગોલ ન કરવાનો મેસીનો રેકોર્ડ જારી રહ્યો હતો. ફ્રાન્સ છઠ્ી વાર વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં આવ્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન પછી ગત વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ટીમ પણ આઉટ થઈ ગઈ હતી. રશિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી રોમાંચક વિજય મેળવતાં સ્પેન આઉટ થઈ ગયું હતું.


1966 પછી પ્રથમ વાર યજમાન રશિયાએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બન્ને ટીમો નિર્ધારિત અને એક્સ્ટ્રા ટાઇમ પછી 1-1થી બરોબરી પર રહેતાં પેનલ્ટીથી નિર્ણય લેવાયો હતો.
રશિયન ગોલકીપર એકિનફીવ સુપરહીરો બન્યો હતો. દરમિયાન મેસી પછી પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા સુપરસ્ટાર ફૂટબોલરના વર્લ્ડ કપ ડ્રીમનો અંત આવ્યો હતો. ઉરુગ્વેએ એડિસન કવાનીના બે ગોલની સહાયથી પોર્ટુગલને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here