સ્વાતંત્ર્ય -સેનાની વીર સાવરકરને ભારત રત્ન એવોર્ડથી બાકાત રાખવાનું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે- શિવસેનાના મુખપત્ર સામનામાં કરાયેલી ટિપ્પણી

0
1084

શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે, સ્વાતંત્ર્ય – સેનાની વીર સાવરકરને મરણોત્તર સન્માન

ન આપીને કોંગ્રેસે એના શાસનકાળમાં એમનું અપમાન કર્યું હતું, પણ મોદી સરકારે પણ સત્તા પ્રાપ્ત કરીને શું કર્યું ?ભાજપ  જયારે વિરોધ પક્ષ તરીકે સંસદમાં કામગીરી બજાવતો હતો ત્યારે સાવરકરને ભારત- રત્નથી સન્માનિત કરવાની જોરશોરથી માગણી કરતો હતો. પરંતુ કેન્દ્રમાં ભાજપની સત્તા આવી ત્યાર પછી પણ સાવરકરને આ સન્માનથી વંચિત રખાયા છે, એ વાત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આંદામાન માં અંગ્રેજોએ વીર સાવરકરને કાળાપાણીની કેદની સજા કરી હતી. દાયકાઓ સુધી તેમને આંદામાન ખાતે નાનકડી અંધારી ઓરડીમાં કેદ રખાયા હચતા. અંગ્રેજ સરકારે એમના પર ખૂબ જ અમાનવીય અત્યાચારો ગુજાર્યા હતા. પોતાના સમગ્ર જીવનને દેશ માટે સમર્પિત કરી દેનારા મહાન સ્વાતંત્ર્ય- સેનાનીને દેશ ભૂલી જાય એ દુખદ ઘટના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here