વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે

0
901
IANS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મોડી સાંજે રશિયાના પ્રવાસે રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદી 4 વરસમાં આ ચોથી વખત રશિયાની યાત્રાએ ગયા છે. તેઓ રશિયાના સોચી શહેરમાં પ્રમુખ વ્લાદિમીર પુટિન સાથે બિન ઔપચારિક શિખર મંત્રણા કરશે.  મોદી પુટિનનું આમંત્રણ સ્વીકારીને રશિયા પહોંચ્યા છે. મોદી અને પુટિન વિવિધ આંતરરાષ્ટ્રીય મામલાઓ વિષે્ ચર્ચા- વિચારણા કરશે. જેમાં ઈરાનની પરમાણુ સમજૂતી, આઈએસ, સીરિયા, અફઘાનિસ્તાન અને ન્યુકલિયર પાવર વગેરે મુદા્ઓ અંગે વાત થશે. બન્ને નેતાઓ ભારત- રશિયાના પારસ્પરિક સંબંધો અને વિદેશ નીતિ વિષયક મંત્રણા કરશે. ભારત અને રશિયા એકમેકને મહત્વના વ્યૂહાત્મક ભાગીદાર માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here