ભારતીય વિદ્યાર્થીઓને લાગી લોટરી: બ્રિટન સરકારે કરી નવા HPI વીઝાની જાહેરાત

 

લંડન: બ્રિટનમાં નવી હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિઝ્યુલ વીઝા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેનાથી ભારત સહિત વિશ્ર્વના 50 સર્વોચ્ચ વિશ્ર્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓને લાભ થશે. ભારતીય મૂળના મંત્રીઓ ઋષિ સુનક અને પ્રીતિ પટેલે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, શ્રેણીનો ઇરાદો દુનિયાભરમાંથી આવનાર સર્વશ્રેષ્ઠ અને હોશિંયાર વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાનો છે. ણ્ભ્ત્ વીઝા શ્રેણી હેઠળ સફળ અરજીકર્તાને બે વર્ષના કાર્ય વીઝાની સાથે આવા લોકોને ત્રણ વર્ષના વીઝાની ઓફર આપવામાં આવશે જે પીએચડીની ડિગ્રી ધરાવે છે. સ્થિતિમાં ઉમેદવારની પાસે નોકરીના પત્રની જરૂરીયાત પણ રહેશે નહિ. સુનકે કહ્યું નવા વીઝાની રજૂઆતનો અર્થ છે કે બ્રિટન વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ તથા હોશિંયાર પ્રતિભાઓને આકર્ષિત કરવાનું યથાવત રાખી શકે છે. તેમણે કહ્યું કે, શ્રેણીનો અર્થ છે કે બ્રિટન નવાચાર, રચનાત્મકતા અને ઉદ્યમિતા માટે એક મહત્વના આંતરરાષ્ટ્રીય કેન્દ્રના રૂપમાં ઉભરશે. હું વિદ્યાર્થીઓને અહીં પોતાનું કરિયર બનાવવાના અવિશ્ર્વાસનીય અવસરનો લાભ ઉઠાવવાનું આહ્વાન કરૂ છું. વીઝા શ્રેણીનો મતલબ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ અને એમઆઈટી જેવી પ્રતિષ્ઠિત વિશ્ર્વવિદ્યાલયોથી વિજ્ઞાન, ઇજનેરી અને તબીબી સંશોધનમાં સ્નાતક શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને બ્રિટન આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here