સ્ટ્રેસ ઓછો કરવો હોય તો ડાંગનાં જંગલોમાં જાઓ…!

0
978

કંટાળો આવે એટલે ડાંગ ઊપડી જઈએ. ડાંગ એટલે કુદરતનો ખોળો. શિયાળો હોય કે ચોમાસુ, ડાંગની મજા જ અલગ છે. અને ત્યાં રહેવાનો આનંદ એનાથી પણ અનેરો…! એમ તો અમે જંગલમાં જઈએ તો જમવાનું લઈને જ જઈએ, પણ ડાંગ જવાનું હોય તો કોઈ ચિંતા જ નથી. ત્યારે ધુલદા ગામમાં શબરીનાં હાથનાં ચીખાં અને દાળ સાથે લસણ-મરચાંની લાલચટાક ચટણી ફાઇવ-સ્ટારની રસોઈને પણ પાછળ મૂકી દે. એમાંય કંઈક અલગ ખાવું હોય તો શાકભાજી વ્યારાથી જ લઈ જઈએ અને ત્યાંનાં નાનાં બાળકો માટે સુરતની સેવ-ખમણી ને ઢોકળા લઈ જઈએ અને એમની સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. શહેરની હાઈ-ફાઈ શાળાઓ કરતાં કુદરતની વિશાળ શાળામાં એમનો અનેરો અને સાચો ઉછેર થાય. ન હોય કોઈ પરીક્ષાની ચિંતા કે ન હોય લેસનની મગજમારી…!!! મસ્તી કરતાં શીખવું એવો એમનો જીવનનો સિદ્ધાંત, છતાંય શબરીનાં બાળકોએ વાંસની વાંસળીના બદલે પાવરફુલ બંદૂક બનાવી હતી, જે જોઈ અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈ સાધારણ બાળક, વગર કોઈ સુવિધાએ માત્ર 10 વર્ષની ઉમરે, વગર કોઈ ટેક્નોલોજીએ કઈ રીતે આ કામ કરે છે. આવી કલ્પના જોઈ તેને વખાણવાનું મન થાય…! જો આવી કલ્પનાઓને આપણે પણ અમલમાં મૂકીએ તો?

લેખક ટ્રાવેલ ફોટોગ્રાફર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here