સરકારી સ્કૂલોના ૧૨ કરોડ વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરાશે

 

નવી દિલ્હી: દેશની સરકારી સ્કૂલોમાં ભણનારા લગભગ ૧૧.૮૦ કરોડ બાળકોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ થશે. નેશનલ મેડિકલ કમિશને મેડિકલ કોલેજોના ડીન અને પ્રિન્સિપાલે કહ્યું છે કે જ્યારે પણ સરકાર હેલ્થ ચેકઅપ સંબંધી કોઈ સૂચના આપે, તો તેનું પાલન કરવામાં આવે. તેના માટે મેડિકલ કોલેજોને સ્કૂલોમાં ઇન્ટર્ન અને રેસિડન્ડ ડોક્ટરો મોકલવા પડશે. દેશમાં લગભગ ૧૧.૨૦ લાખ સરકારી સ્કૂલોમાં લગભગ ૧૧.૮૦ કરોડ બાળકો છે. આ યોજના માટે શિક્ષણ વિભાગ તરફથી એક નિર્દેશક તથા ઉપ સચિવને નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અધિકારીઓનું કામ ટેકનીકલ લોકોની મદદથી છાત્રોની તપાસ માટે તેમની ઉંમર મુજબ પેરામીટર તૈયાર કરવાના રહેશે. તેના આધારે તેમના સ્વાસ્થ્યની તપાસ કરાશે. મે મહિનામાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં બાળકોના સ્વાસ્થ્ય, ફિટનેસ અને કૌશલ વિકાસ પર બેઠક યોજાઈ હતી. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો. મૂળે, નેશનલ હેલ્થ મિશન યોજના હેઠળ ૨૦૨૧-૨૨માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે જે રકમ મંજૂર કરવામાં આવી, તેની તુલનામાં રાજ્ય સરકારોએ બહુ ઓછો ખર્ચ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here