વિશ્વ રક્તદાતાદિવસ: એક વર્ષમાં એક લાખથી વધુ લોકોનું સ્વૈચ્છીક રક્તદાન

સૂરતઃ યોગ દિવસના ઉપલક્ષ્યમાં વિશ્વ પ્રખ્યાત પૂ. શિવકૃપાનંદ ફાઉન્ડેશન, ગુરૂતત્વ દ્વારા સમર્પણ ધ્યાન યોગ શિબિરો ભારત તેમજ વિશ્વભરમાં આયોજિત થતી હોય છે. આ સંસ્થાના સ્થાપક અને હિમાલયમાં વર્ષોની તપસ્યા દ્વારા ગુરુના આદેશથી યોગનું ખરું જ્ઞાન અને ધ્યાનનો મહિમા સમજાવવા પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીએ એટલે કે પુજ્ય બાબા સ્વામી એ આગામી યોગ દિવસ ને ધ્યાનમાં રાખી એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું
ગુજરાતના દાંડી અને મહુડીમાં આવેલ આશ્રમોમાં અનેક પુણ્યશાળી સાધકોએ જે આત્માની અનુભૂતિ કરી છે એ અનુભૂતિ જન સુધી પહોંચે એ માટે બાબા સ્વામીએ અનેક સફળ શિબીરોના આયોજન કર્યા છે.
સ્વામીએ કહ્યું કે યોગ એ યોગાસન નથી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકારે યોગ દિવસ મનાવવા માટેની પ્રસ્તુતિ કરાઈ અને વિશ્વના તમામ દેશો જ્યારે યોગ દિવસ બનાવી રહ્યા છે ત્યારે યોગનું સ્વરૂપ યોગાસન બની જતું અટકાવવા તેમણે ખાસ ભાર મૂક્યો. ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેના લોગોમાં પણ વસુદેવ કુટુંબકમ શબ્દનો પ્રયોગ થયો છે ત્યારે તેને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા યોગનું ખરું મહત્વ સમજાવવાનું ખૂબ જ આવશ્યક હોવાનું જણાવ્યુ હતુ.
જે વ્યક્તિ યોગ કરે છે તેની આભા અને ઓરા અનેરા હોય છે જે સ્વામીજીએ તેમના પર જ લંડનમાં વૈજ્ઞાનિકો દ્વારા ઓરા ટેસ્ટ થયા તેની તસ્વીરો પત્રકારો સમક્ષ પ્રસ્તુત કરી હતી. સ્વામીએ કહ્યું કે વાસ્તવિક સ્વરૂપે જો યોગ કરવામાં આવે તો વિશ્વભરની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને વ્યક્તિના વ્યક્તિત્વ અને અસ્તિત્વનો પૂર્ણ રૂપથી વિકાસ થાય છે.
યોગ એ આત્માની અનુભૂતિ છે અને જે કોઈપણ વ્યક્તિ યોગ કરે છે તે તેના જીવનમાં આવતી તમામ સમસ્યાઓને નિવારી શકે છે એ પૂજ્ય બાબા સ્વામીએ અનેક શિબિરો દ્વારા સાબિત કરી બતાવ્યું છે.
પત્રકાર પરિષદમાંમાં બહોળી સંખ્યામાં પત્રકારો રિપોર્ટરો અને મીડીયા જગતના શ્રેષ્ઠીઓએ હાજરી આપી તેમના સવાલો પૂછ્યા અને સમાધાન પણ મેળવ્યું. ઉપસ્થિત સૌ પત્રકારો એ સ્વામી દ્વારા કરાવાયેલ પ્રાત્યક્ષ ધ્યાનનો લાભ લઇ સ્વયં અનુભૂતિ કરી. શરીર ભાવ ઘટશે તો આત્માને અનુભૂતિ સરળ બનશે યોગની અનુભૂતિ દ્વારા વ્યક્તિ પોતાની ઓરા પ્રભાવી બનાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here