કોરોનાના દર્દીઓ ના આવતા હવે ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું

 

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદમાં વધેલા કોરોનાની ગતિ ઘણી ધીમી પડી ગઈ છે. કોરોનાના કેસો ફરી એકવાર ઘટતાં તબીબોને રાહત મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિફાઈ કરાયેલી મોટાભાગની હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. તો અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ ૧૦૦ ટકા બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં તેમજ કોરોનાના દર્દીઓ ન આવતા હોવાથી ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું છે. હાલ અમદાવાદમાં ૯૪ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ છે, જે દિવાળીની આસપાસ ૧૦૫થી ઉપર જઈ પહોંચી હતી. હાલ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૦ ટકા બેડ ખાલી છે. સાથે જ આહનાના પ્રેસિડેન્ટના જણાવ્યા પ્રમાણે ખાનગી હોસ્પિટલનો સ્ટાફ રસીકરણ માટે તૈયાર છે. જો આગામી દિવસોમાં હોસ્પિટલોમાં વેક્સિન સેન્ટર શરૂ કરાશે, અમે પૂરો સહયોગ આપીશું. 

કોરોનાના કેસોમાં દિવાળી બાદ વધારો થયો હતો. પરંતુ થોડા દિવસોમાં પણ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં કોરોનાના કેસ ઓછા થતા આ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિફાય કરાયેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે. અમદાવાદની કેટલીક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ ૧૦૦% બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં, દર્દીઓ ના આવતા હવે ખાનગી હોસ્પિટલો ડીનોટિફાય કરવાનું શરૂ કરાયું છે. ખાનગી હોસ્પિટલ અને અ.મ્યુ.કો.ની પરસ્પર સહમતી બાદ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ડિનોટિફાઈ કરવામાં આવી રહી છે.

આહનાના પ્રેસિડન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, જો કે કોરોનાના કેસો ફરી વધે તો નોટિફાય કરવાની શરતે અ.મ્યુ.કો. દ્વારા હોસ્પિટલોને હાલ ડીનોટિફાઈ કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદમાં ૯૪ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ છે, જે દિવાળીની આસપાસ ૧૦૫થી ઉપર જઈ પહોંચી હતી. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે, અમદાવાદમાં કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૦ ટકા બેડ ખાલી છે. 

આ ઉપરાંત આહનાના પ્રેસિડેન્ટે કોરોના વેક્સિન અંગે વાત કરતા કહ્યું કે, ખાનગી હોસ્પિટલનો સ્ટાફ વેક્સિન માટે તૈયાર છે. આગામી દિવસોના હોસ્પિટલોમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરાશે, અમે પૂરો સહયોગ આપીશું. વેક્સિન સુરક્ષિત છે, એટલે અમે વેક્સિન લેવા પણ તૈયાર છીએ. 

ખાનગી હોસ્પિટલોને અગાઉ ફાયર NOC લેવા અપાયેલી નોટિસ અંગે વાત કરતા આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ કહ્યું કે અમે અ.મ્યુ.કો. અને ફાયર વિભાગથી સમય માંગ્યો છે. ૩ મહિનો સમય મળે તો હજુ જે હોસ્પિટલને નો-ઓબ્જેકશન સર્ટીફિકેશન (NOC) નથી મેળવી શકી તે પણ મેળવી લેશે. અ.મ્યુ.કો. સાથે વાત ચાલુ છે. કેમ કે હજુ ૯૦ હોસ્પિટલ એવી છે જેમને  NOC નથી મળી. આ હોસ્પિટલમાં કેટલાક સ્ટ્રક્ચરલ બદલાવ કરવાના હોઈ સમય લાગી શકે છે. કોર્પોરેશન અને ફાયર વિભાગ અમને હજુ કેટલાક મહિનાનો સમય આપશે એવી આશા છે એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here