9 ઓગસ્ટે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે વિશાલ જનરેલી યોજવાનું  મરાઠા ક્રાંતિ મોરચાનું નિવેદન

0
1005

શિક્ષણ અને નોકરીઓના ક્ષેત્રમાં તેમના સમુદાય માટે અનામતની માગણી કરી રહેલા મરાઠા સંગઠનોએ કહ્યું હતું કે, આગામી 9 ઓગસ્ટે પોતાની માગણીના સમર્થનમાં તેઓ મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં વિશાળ જનરેલીનું આયોજન કરશે. મરાઠા  અનામતના મુદા પર મુંબઈમાં વિશાળ રેલીનું આયોજન કરીશું. મરાઠા અનામત આંદોલનના સમર્થનમાં સોલાપુરમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. મરાઠા ક્રાતિકારી મોરચાના નેતા વિનોદ પોખરકરે જણાવ્યું હતું કે, અમે અમારા મોરચાની એકતા અને તાકાત સરકારને દેખાડી દેવા માગીએ છીએ, એથી અમે ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં જંગી રેલીનું આયોજન કર્યું છે.

શિવસેનાએ કહ્યું હતું કે, સરકારે દલિત પંચના અહેવાલની રાહ જોવાની જરૂર નથી. સરકારે મરાઠા સમુદાયને અનામતનો લાભ આપી દેવો જોઈએ. શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેઓ કહ્યું હતું કે, એસસી, એસટી અને ઓબીસી માટે હાલના અનામતની જોગવાઈઓમાં ફેરફાર કર્યા વિના સરકારે મરાઠાઓ માટે આનામતની ગોઠવણીનો લાભ સરકારે  જાહેર કરી દેવો જોઈએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here