નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષાભરી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત અમલી બનાવવાનો ઈન્કાર કરતા પાંચ રાજ્યો

0
1295

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના – આયુષ્માન ભારત  લાગુ કરવાનો દેશના પાંચ રાજ્યોએ ઈન્કાર કર્યો હતો. આ રાજ્યોના નામ છેઃ તેલંગાના, ઓડિશા, દિલ્હી, કેરળ અને પંજાબ. આ રાજ્યો મોદીની આ વીમા યોજનાથી સંતુષ્ટ નથી. આ રાજયની સરકારો એવું કહી રહી છે કે , જયાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહિ કરવામાં આવે , ત્યાં સુધી અમે અમારા રાજયમાં આ સ્વાસ્થ્ય વીમા યોજના અમલી બનાવીશું નહિ. આ રાજ્યોની સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેમના રાજયોમાં મોદીની વીમા યોજનાની સરખામણીએ વધુ સારી અને લાભદાયી યોજનાઓ છે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરો્કત યોજના તરફ ઓડિસાના મુખ્યપ્રધાન નવીન પટનાયક દુર્લક્ષ કરી રહયા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહયું હતું કે, દરેક વ્યક્તિને આ યોજનાનું મહત્વ સારી રીતે ખબર છે, પરંતુ નવીનબાબુ સમજતા નથી. …રાજ્ય સરકારે જેટલું બને એટલું જલ્દી આ યોજનાને અપનાવી લેવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here