વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાનની બેઠક યોજીઃ કોરોનાની બીજી લહેરને નહિ રોકીએ, તો ચિંતા વધી જશે..

 

     દેશના રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે, આપણા દેશના કેટલાક રાજ્યોમાં કોવિડ- 19નું સંક્રમણ ફરી વધવા માંડ્યું છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતમાં અચાનક કોરોનાના કેસ વઘવા માંડય છે. જો કે આપણે સહુએ એકત્ર બનીને આ મહામારીને વધતી રોકવા માટેના ઉપાયો અને પગલાંઓ વિચારવા જ પડશે. લોકોને ગભરાટની પરિસ્થિતિમાં મૂકવાના નથી. સરકારે પહેલ કરીને લોકોને તકલીફોથી મુકત કરવાની કામગીરી બજાવવી પડશે. ઉત્રપ્રદેશ,કેરળ, છત્તીસગઢમાં કોરોના અંગેના ટેસ્ટની ઝડપ અને સંખ્યા – બન્ને વધારવી પડશે. પરદેશથી પણ પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.તે્મની સુરક્ષાનું પણ આપણે ધ્યાન રાખવુપં પડશે. આજની પરિસ્થિતિમાં દેશમાં રોજ 20 લાખ લોકોને વેકસીન આપવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here