લોકડાઉનનું પાલન ન કરનારા લોકો પ્રત્યો ગુસ્સો અને નારાજી વ્યક્ત કરતાં પીઢ અભિનેત્રી આશા પારેખ ..

0
1246

 

                 તાજેતરમાં પીઢ અભિનેત્રી આશા પારેખ પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનનું તેમજ સોશ્યલ ડિસ્ટસિંગનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતુંકે, લોકડાઉનનો ભંગ કરીને બહાર નીકળવું , જીવને જોખમમાં મૂકવો એના કરતાં લોકડાઉનનું પાલન કરીને ધરમાં રહેવું વધુ સારું છે.કોરોનાની બીમારી  ખૂબ તકલીફ ભરેલી છે. કોરોનાના દર્દીને ખૂબ પીડા સહન કરવી પડે છે. શ્વાસ રુંધાય છે. લોકોએ એની ગંભીરતાને સમજવી જોઈએ. જે લોકો આવી કટોકટીભરી સ્થિતિમાં તમારી સારવાર અને સેવા કરી રહ્યા છે, તેમનો તમારે ઉપકાર માનવો જોઈએ. જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવનની રક્ષા કરી રહ્યા છે.77વર્ષનાં આશાજી એક મહિનાથી એકલાં પોતાના ઘરમાં રહે છે. લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરે છે. તેમનો ડ્રાઈવર અને સુરક્ષાકર્મી તેમને જરૂરી સામાન અને ગ્રોસરી પહોંચાડી જાય છે. તેમન ભાઈ અને સંબંધીઓ તેમનો ફોનથી સંપર્ક કરીને ખબર-અંતર પૂછી લે છે. અભિનેત્રી શબાના આઝમી, વહીદા રહેમાન તેમના પુત્રી ફોન કરીને તેમના સંપર્કમાં રહે છે. તેઓ ધરમાં રહીને યોગા કરે છે. મનગમતાં પુસ્તકો વાંચે છે, ટીવી જુએ છે. તેઓ કહે છેઃ હું માનું છું કે ઘરમાં રહેવું અતિ મુશ્કેલ છે.. પરંતુ યાદ રાખો કે, ઘરમાં તમે સુરક્ષિતછો. મુંબઈમાં અનેક લોકો  એવાં છેકે એક રૂમમાં 7-8 લોકો રહેછે. . તેમને તકલીફ પડે છે. પરંત લોકડાઉનને કારણે તેમના જીવનનું રક્ષણ  થાય છે. . તેમણે  એવા સકારાત્મક અભિગમથી વિચારવું જોઈએ. રોકકળ કરવાથી કશું  નહિ વળે. હું તો ખુશ રહેવાનો પ્રયાસ કરું છું. પોઝિટિવ રહું છું. ભગવાન બધાની રક્ષા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here