L-2, E, અને H-4 આશ્રિત જીવનસાથીના એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન નિયમોમાં ફેરફાર

0
629

 

 

L-2 અને E વીઝામાં આશ્રિત જીવનસાથીએ હવે અમેરિકામાં કામ કરવા માટે અલગથી એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (EAD) અરજી કરવાની રહેતી નથી.

આમાંના કેટલાક જીવનસાથીએ રોજગારી માટે અલગથી EAD અરજી કરી હોય, તેમને 180 સુધીનું એક્સટેન્શન આપોઆપ મળી જાય છે. H-4 આશ્રિત જીવનસાથીમાં પણ અમુક કિસ્સામાં 180 સુધીનું એક્સટેન્શન આપોઆપ મળી જાય છે.

12 નવેમ્બર, 2021ના રોજ USCIS તરફથી જાહેરાત થઈ હતી કે L-2 અને E આશ્રિત જીવનસાથીએ અમેરિકામાં કામ કરવા માટે EADની અરજી કરવાની રહેતી નથી. તેના બદલે L-2 અથવા E સ્ટેટસ ધરાવતા હોય તેવા જીવનસાથી કામકાજ ચાલુ રાખી શકે છે અને ઇચ્છા હોય તો અરજી પણ કરી શકે છે.

આ જ રીતે નવી નીતિની જાહેરાત થઈ છે તેમાં અમુક H-4 જીવનસાથીને પણ આપોઆપ 180 સુધીનું એક્સટેન્શન મળી જાય છે. કામ કરવાની મંજૂરીના પુરાવા તરીકે EADની અરજી કરી હોય તેવા L-2 અને E આશ્રિત જીવનસાથીઓને પણ આપોઆપ એક્સટેન્શન મળ જાય છે.

આમ છતાં અહીં એ નોંધવું જરૂરી છે કે EAD ઑટોમેટિક એક્સટેન્શન મળે છે તે મર્યાદિત સંજોગોમાં જ મળે છે. આ બાબતમાં સ્પષ્ટતા માટે L-2, E, અને H-4 આશ્રિત જીવનસાથીઓએ પોતાની લાયકાત બાબતમાં એટર્ની સાથે વાત કરી લેવી જોઈએ.

અગાઉ આ માટે અરજી કરવી પડતી હતી અને EAD મળી જાય તે પછી જ કામકાજ કરી શકાતું હતું. બીજું કે L-2, E, અને H-4 આશ્રિત જીવનસાથીઓને અગાઉ આપોઆપ એક્સટેન્શન પણ નહોતું મળતું. EADના પ્રોસેસિંગ માટે વર્ષ કે વધારે સમય લાગી જતો હોય છે એટલે મંજૂરી ના મળે ત્યાં સુધી આ લોકો રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી. તેથી USCIS દ્વારા નીતિમાં પરિવર્તન કરાયું છે તેના કારણે આશ્રિત જીવનસાથીઓને રોજગારી માટેની મંજૂરી મેળવવાની બાબતમાં રાહત મળશે.

નવી નીતિના અમલ આડે પડકારો

USCIS દ્વારા નીતિમાં પરિવર્તન કરવાની વાત આવકારદાયક છે, પણ તેના કારણે ખરેખર આપોઆપ અરજદારને રોજગારી પ્રાપ્ત કરવાની મંજૂરી મળી જશે એવું પણ નથી. અમેરિકામાં સત્તાવાર રીતે કામકાજ કરવાની છૂટ મળી જાય તેવી સિસ્ટમ હજી ઊભી થઈ નથી. ખાસ કરીને સરકાર L-2 અને E આશ્રિતોને Form I-9 ભરવા માટે જરૂરી દસ્તાવેજો આપતી નથી. (અરજદાર કર્મચારી અમેરિકામાં કામ કરવા માટે લાયક છે કે કેમ તે નક્કી કરવા માટે કંપની આ ફોર્મ ભરાવતી હોય છે).

L-2 અને E એન્ટ્રી તથા એપ્રૂવલ માટેના ડૉક્યુમેન્ટ હોય તેમાં (Form I-94માં) “S” એવું લખાવાનું શરૂ થયું છે, જે દર્શાવે છે કે વીઝાધારક આશ્રિત જીવનસાથી છે અને રોજગારી પ્રાપ્ત કરવા માટે લાયક છે.  “S” ડેઝિગ્નેશન સાથેના ડૉક્યુમેન્ટ નોકરીદાતાને બતાવીને L-2 અને E આશ્રિતો અમેરિકામાં પોતે રોજગારી માટે લાયક છે તેવું દર્શાવી શકે છે. જોકે આશ્રિતોને “S” ડેઝિગ્નેશન સિવાયની એન્ટ્રી કે એપ્રૂવલ ડૉક્યુમેન્ટ્સ મળ્યા હોય તો તેમણે સુધારા કરવા માટે પોતાના ઇમિગ્રેશન એટર્નીને મળી લેવું જોઈએ.

આ ઉપરાંત USCIS તરફથી 18 માર્ચ, 2022ના રોજ જાહેરાત થઈ છે કે નવી નોટિસ મોકલવાનું 1 એપ્રિલ, 2022થી શરૂ થશે, જેમાં અરજદારની ઉંમર 21 વર્ષની વધારે હોય અને જેમનું Form I-94 એક્સપાયર થવાનું હોય તેમને નોટિસ મોકલાશે. 21 વર્ષી ઓછી ઉંમરના આશ્રિત જીવનસાથીએ નોટીસની રિક્સવેસ્ટ માટે અહીં ઇમેઇલ કરવો જોઈએ [email protected].

 

L-2, E, અને H-4 આશ્રિત જીવનસાથીઓ માટે USCIS તરફથી ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે, તેના વિશે તથા અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી અંગેના કાયદાઓ અને નિયમો વિશે વધુ જાણવા માગતા હો તો તમે NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક સાધી શકો છો. આ માટે ઇમેઇલ કરો [email protected]

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here