લોકસભાની ચૂંટણીના પરિણામ આડે માત્ર એક દિવસ બાકી છે- ઈલેકટ્રોનિક વોટિંગ મશીન – ઈવીએમમાં છેડછાડ કરાતી હોવાની ફરિયાદ બાદ રાજકીય ક્ષેત્રમાં વિવાદ સર્જાયો …ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે, વોટિંગ મશીનો અંગે ચાલી રહેલી તમામ અફવાઓ અને અટકળો પર લગામ લગાવવાની જવાબદારી ઈલેકશન કમિશનની છે…

0
837

લોકસભાની ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. લોકોની ઉત્જેના વધી રહી છે. રાજકીય વર્તુળોમાં અફવાઓ અને આક્ષેપોનું સામ્રાજય પ્રવર્તી રહ્યું છે. આવા માહોલમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નિવેદન કર્યું હતું કે, ઈવીએમ અંગે ચાલી રહેલી  તમામ અફવાઓ , અટકળો અને આ્ક્ષેપો પર લગામ કસવાની જવાબદારી ઈલેકશન કમિશનની છે, અને એ એમએ સારી રીતે પાર પાડવી જોઈએ.વિરોધ પક્ષો હંમેશા ઈવીએમની વિશ્વસનીયતા પર શંકા કરતા રહ્યા છે. જોકે ઈલેકશન કમિશને વિરોધ પક્ષના તથ્યહીન આરોપોને નકારી કાઢ્યા હતા. તેઓએ વિપક્ષના આરોપને નિમ્ન કક્ષાના અને અઘટિત ગણાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here