જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલ એસ પી મલિક કહે છેઃ જે સંગઠનો પાકિસ્તાનને પૂછ્યા વિના શૌચાલય પણ  નથી જતા તેવા લોકો સાથે વાતચીત કરવાનો શો ફાયદો ?

0
1158
Patna: Bihar Governor Satyapal Malik during his visit to Patna Museum on June 13, 2018. (Photo: IANS)
(Photo: IANS)

જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલ એસ પી મલિકે આજે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, હુરિયત જેવા અલગતાવાદી સંગઠનો સાથે વાત કરવાનો કશો અર્થ નથી. એ લોકો પાકિસ્તાનની પરવાનગી લીધા વિના શૌચાલય પણ જતા નથી. આવા સંગઠનો હજી સુધી પોતાની જાતને પાકિસ્તાનથી અળગી કરી શક્યા નથી. એટલે આવા લોકો સાથે વાત કરવાથી કોઈ લાભ  થવાનો નથી.

 ગવર્નર મલિકે જણાવ્યું હતું કે, જમ્મુ- કાશ્મીરની હાલની સ્થિતિ માટે પાકિ્સ્તાન જ જવાબદાર છે. સોશ્યલ મિડિયાના માધ્યમથી કાશ્મીરના લોકોમાં ઝેર પ્રસરાવવાનું કામ થઈ રહયું છે. પાકિસ્તાનનું સૈન્ય એવું  નથી ઈચ્છતું કે કોઈ પણ ભોગે કાશ્મીરની સમસ્યાનું નિરાકરણ થાય. કાશ્મીરની પ્રજા સુખ-ચેનથી જીવન જીવે તેવું પાકિસ્તાન ઈચ્છતું નથી. કારણ કે એ કાશ્મીરનો મુદો્ બનાવીને ભારત સામે બાંગલાદેશની હારનો બદલો લેવા માગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here