ગુજરાતમાં  ગેરકાનૂની રીતે વસવાટ કરનારા સૌથી વધુ પાકિસ્તાની લોકો અમદાવાદમાં અને બાંગ્લાદેશી મુસ્લિમો પણ અમદાવાદમાં વસે છે…

0
1108

 

        ગુજરાતમાં ગેરકાનૂની રીતે રહેનારા વિદેશીઓમાં પાકિસ્તાનથી સ્થળાંતર કરનારા હિંદુઓ મોટી સંખ્યામાં છે.તેમના પછી બાંગલાદેશી મુસ્લિમોનો નંબર આવે છે. હંમણા ગત મે મહિનામાં જ એસઓજીએ 47 ગેરકાનૂની રીતે અમદાવાદમાં રહેનારા બંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. તેમા મોટાભાગના લોકોને ડિપોર્ટ કરીને પાકિસ્તાન પાછા મોકલાવી દેવામાં આવ્યા હતા. હવે ભાજપની મોદી સરકારે નાગરિકતા સંશોધન બિલમાં સુધારો કરતો પ્રસ્તાવ પસાર કરાવ્યો, એ હવે સિટિઝનશિપ એમેન઼્ડમેન્ટ એકટ બનતા આ વિદેશીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. 

 માનવામાં આવે છે કે, બહારથી ભારતમાં ઘુસણખોરી કરનારા બાંગલાદેશી મુસ્લિમો મોટેભાગે પશ્ચિમબંગાળના માલ્દા સહિતના વિસ્તારોમાં થઈને એજન્ટો  મારફત ગુજરાતના જાણીતા શહેર અમદાવાદમાં પ્રવેશ મેળવી લે છે. તેઓ 15 હજાર રૂપિયા ખર્ચીને ભારતમાં પાછા આવી જાય છે. ગેરકાયદેસર રીતે ભારતમાં આવનારી વ્યક્તિને પરત મોકલવાનો કુલ ખર્ચ આશરે 70 હજાર રૂા. જેટલો થાય છે. બાંગલાદેશી ડિટેન્સન સેન્ટર સાથે જોડાયેલા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેઓ બંગલાદેશીઓને પરત સરહદ પાર મૂકીને અમદાવાદ પાછાફર્યા ત્યારે ડિ- પોટ કરેલા બાંગલાદેશીઓ અમદાવાદ પાછા આવી ગયા હતા. 

    પ્રાપ્ત માહિતી અનુસાર, બાંગલાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં (ગુજરાતમાં )વસતા બાંગલાદેશીઓ સોનીની દુકાનમાં દાગીનાઓના નંગ જડવાનું કાર્ય કરે છે. બાંગલાદેશી કારીગરને મામૂલી પગાર આપીને તેઓ તેની પાસે ધાર્યું કામ કરાવે છે, અને આ કારીગરને નજીવો પગાર જ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here