રાજ્યસભામાં ફરીથી ભાજપના સંખ્યાબળમાં વધારો થશેઃ ભાજપની કેન્દ્ર સરકારને  પ્રસ્તાવ પસાર કરાવવામાં સરળતા રહેશે. ….

 

       ભાજપ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોરોનાના સંકટનો બહાદુરીથી સામનો કરી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ  જન- સમર્થન મેળવીને બહુમતી બેઠકો મેળવનારા ભાજપની સરકારને મહત્વના કાનૂની પ્રસ્તાવ લોકસભાૈમાં પસાર કરવામાં કશી તકલીફનો સામનો કરવો પડતો નથી. કારણ કે લોકસભામાં ભાજપના સભ્યોની સંખ્યા બહુમતીમાં છે, પણ રાજયોના વિધાનસભ્યો દ્વારા જ રાજ્યસભાના સભ્યો ચુટાંય  છે. રાજ્યસભામાં શાસક પક્ષ પાસે પૂરતું સંખ્યાબળ ના હોય તો પ્રસ્તાવ પસાર થતો નથી. વિરોધપક્ષના સભ્યો એને સમર્થન આપતા નથી. આવે વખતે રાજ્યસભામાં યોગ્ય સંખ્યાબળ હોવું અતિ અનિવાર્ય બની રહે છે. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણીનું આગવું મહત્વ છે. આગામી 19 જૂને રાજયસભાની બેઠકો માટે ચૂંઠણી યોજાઇ રહી છે. આંધ્રમાં-4 અને ગુજરાત માં-4, મધ્યપ્રદેશમાં 3, રાજસ્થાનમાં 3, ઝારખંડમાં 2, મેધાલયમાં એક અને મણિપુરમાં એક બેઠક માટે ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં ભાજપને રાજ્યસભાની 9 બેઠકો જીતવાની શક્યતા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે પ્રતિસ્પર્ધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here