કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા પ્રકાશિત કરેલી માર્ગદર્શિકા જણાવે છે કે, 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકો અને 65 વર્ષથી મોટી વયના વૃધ્ધોએ ઘરની બહાર નીકળવું નહિ,

કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા પ્રકાશિત કરેલી માર્ગદર્શિકા જણાવે છે કે, 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકો અને 65 વર્ષથી મોટી વયના વૃધ્ધોએ ઘરની બહાર નીકળવું નહિ, જયારે બિહાર રાજ સરકારનો  સ્વાસ્થ્ય વિભાગ  જણાવે છે કે, તમે બાળકોને બહાર નીકળતા રોકશો નહિ, તેઓ માસ્ક પહેરીને બહાર જાય એટલી ચોકસાઈ રાખો- આ તે કેવો વિરોધાભાસ!!

     માસ્ક પહેરીને બહાર નીકળવું એ લોકો માટે જરૂરી બની રહે છે કે, જેઓ નોકરી કરવા, દુકાન ખોલવા, રોજગાર માટે જતા હોય છે. .ડોકટરો, નર્સો, પોલીસ, પત્રકારો, સફાઈકર્મીઓ, સ્વયંસેવકો માટે બહાર જવું એ જરૂરી છે એટલે તેમના સંરક્ષણ માટે – બચાવ માટે માસ્ક પહેરવો અનિવાર્ય છે. પરંત બાળકોને બહાર જવાની રજા આપવાનો આવો સરકારી સંદેશ કોઈને ગળે ઉતરે એમ નથી. . બાળકો અને વૃધ્ધોમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. જેને લીધે કોરોનાથી સંક્રમિત જલ્દી થવાની સંભાવના છે. જયારે યુવાનોમાં મોટેભાગે રોગ- પ્રતિકારક શક્તિ વધુ હોવાથી તેઓ સરળતાથી સંક્રમણનો ભોગ બનતા નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here