ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલીને સંબોધી, મુખ્યપ્રધાન મમતા બેનરજીની કાર્ય શૈલી પર પ્રહારો કર્યા, આગામી ચૂંટણીનું રણશિંગુ ફુંકયું…દેશના ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ રેલીને સંબોધીને પશ્ચિમ બંગાળના લોકો સાથે સંવાદ કર્યો હતો. તેણે બંગાળની પુનિત ધરતીને વંદન કરતાં કોરોનાનો ભોગ બનનારા લોકોનાં આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓએ પ્રદેશમાં ભાજપનો પાયો નાખવા માટે આપેલા બલિદાનનું બહુ મહત્વ છે. રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન નથી. ભાજપ પશ્ચિમ બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માગે છે. બંગાળની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન મળ્યું છે. મુખ્યપ્રધાન મમતા બેનરજીના કારણે રાજયમાં ગરીબો માટેની આયુષ્યમાન યોજના લાગુ કરી શકાતી નથી. ગરીબોનો મફત ઈલાજ  નથી કરી શકાતો. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આયુષ્યમાન યોજનાનો સ્વીકાર કર્યો છે, પરંતુ મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં એના માટે અવરોધો સર્જી રહ્યા છે