રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ- મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર નું ટ્રેલર રિલિઝ – ફિલ્મની વાર્તાનો કોન્સેપ્ટ અંગે વિવાદ …

0
1016

 

Reuters

બોલીવુડની ફિલ્મના પ્રેક્ષકો માટે રાકેશ ઓમપ્રકાશ મહેરાનું નામ અતિ જાણીતું છે. ફિલ્મ રંગ દે બસંતી અને ભાગ મિલ્ખા ભાગના નિર્દેશક રાકેશ મહેરાની આ ફિલ્મ સ્વચ્છતા પર આધારિત છે. 8 વરસની ઉંમરનો બાળક કનૈયો  એની માતા સાથે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહે છે. મુંબઈમાં રહેવું અતિ દુષ્કર છે. અહીં લાખો લોકો ફૂટપાથ પર અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. જયાં પીવાના પાણીની સુવિધા નથી. શૌચાલયની સગવડ નથી. રેલવે- લાઈનના ટ્રેક પર  કે મળે તે ખુલ્લી જગામાં લોકો કુદરતી હાજતે જતાં હોય છે. આવી જ રીતે ખુલી જગામાં શૌચ માટે ગયેલી કનૈયાની માતા પર દુષ્કર્મ થાય છે. આથી બાળક કનૈયો શૌચાલય બનાવવા માટે વડાપ્રધાનને પત્ર લખે છે અને સવાલ કરે છે કે, તમારી માસાથે આવું થયું હોત તો કેવું લાગત તમને…કનૈયો તેના બે મિત્રો સાથે દિલ્હી પ્રાઈમ મિનિસ્ટરને મળવા નીકળે છે અને…ફિલ્મની કથામાં કોમેડી છે, ધારદાર સંવાદો છે .. આ ફિલ્મના ટ્રેલરને અનેક લોકોએ વખાણ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here