સાયબર ક્રાઈમને ઉગતા ડામી દેવા ગુજરાત પોલીસ સજ્જ : મુખ્યમંત્રી 

 

અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો સોેમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજીને અનુરૂપ કૌશલ્ય પોલીસ બેડાએ મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે હવેનો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબરનો યુગ છે. અને તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે ત્યારે સમાજમાં આવા ગુનાઓ સામે જન જાગૃતિ જગાવવામાં આ સાયબર સેઇફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here