ટાટા સન્સના ચેરમેન ઉદ્યોગપતિ રતન ટાટાનું વકતવ્યઃ ગંદી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ગુણવત્તાપૂર્ણ આરોગ્યપ્રદ રહેઠાણો આપવાની દિશામાં વિચારવોનો સમય આવી ગયો છે.. 

 

    તાજેતરમાં આયોજિત ગ્લોબલ ઈનોવેશનના નેજા હેઠળના ફયુચર ઓફ ડિઝાઈન એન્ડ કન્સ્ટ્રકશન વિષયક ચર્ચામાં વકતવ્ય આપતાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ  ટાટાસન્સના ચેરમેન રતન ટાટાએ જણાવ્યું હતું કે, આપણેઆપણ દેશની હાફસિંગ પોલિસી પર પુનઃવિચાર કરવો પડશે. આપણે મોટી મોટી ઈમારતો બનાવવામાટે ગંદી ઝુંપડપટ્ટીઓને બીજી ગ્યાએ શિફટ કરીએ છીએ. પરંતુ આલોકોના આરોગ્યની કે જીવનની કશી પરવા કરવામાં આવતી નથી. આ ગરીબોને ગંદી ઝૂંપડપટ્ટી (જુગ્ગી)ના સ્થાને આરોગ્ય પ્રદ રહેઠાણ આપી શક્યા નથી. આપી શકતા નથી. તાજી સ્વચ્છ હવા, રોજિંદા જીવનની અનિવાર્ય સગવડ મળતી નથી. ઝૂંપડપટ્ટીની એક ઓરડીમાં 10-12 જણા એકસાથે રહેતા હોયછે. ગીચોગીચ રહેતા હોયછે. કચરાના  નિકાલની કશી વ્યવસ્થા હોતી નથી. 

   શ્રી રતન ટાટાસહિત આ કાર્યક્રમમાં આશરે 10, 000 જેટલી કોર્પોરેટ- પ્રતિનિધિઓ અને વિશેષજ્ઞોએ હાજરી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, આ જુગ્ગીમાં રહેનારા લોકોને જરૂરી હાઈજીન મળતું નથી. હવે સરકાર સહિત સહુએ એ વિષય પર ગંભીરતાથી વિચારવું જોઈએ. આ ગરીબોને ગુણવત્તાભર્યું આરોગ્યપ્રદ તેમની માલિકીનું રહેઠાણ મળે તેવી નીતિ ઘડવી જરૂરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here