બિનવસાહતી વિદ્યાર્થીઓ-એકસચેન્જ વિઝિટર્સની ગેરકાયદે હાજરી વિશેની નીતિમાં યુએસસીઆઇએસ પરિવર્તન લાવે છે

0
1143

અમેરિકામાં પોતાનું સ્ટેટસ જાળવવામાં નિષ્ફળ ગયેલા અને એફ-2, જે-2, એમ-2 ડિપેન્ડન્ટ્સ સહિત એફ, જે, એમ નોનઇમિગ્રન્ટ સ્ટેટ ધરાવતા વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સની ગેરકાયદે હાજરીની ગણતરી એજન્સી કેવી રીતે કરશે તે વિશે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા પોલિસી મેમોરેન્ડમ પોસ્ટમાં મોકલવામાં આવી છે. આ પોલિસી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર સાથે સંલગ્ન છેઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં જાહેર સલામતી વધારવા માટે દેશમાં ઇમિગ્રેશન કાયદાઓના અમલીકરણની શરૂઆત કરાશે જેની અસર નવમી ઓગસ્ટ, 2018થી થશે.
યુએસસીઆઇએસના ડિરેક્ટર એલ. ફ્રાન્સીસ સિસનાએ જણાવ્યું હતું કે યુએસસીઆઇએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં સંવાદિતાની ખાતરી લાવવા માટે સમર્પિત છે. એફ, જે, એમ બિનવસાહતીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ચોક્કસ હેતુ માટે આવતા હોય છે અને એ હેતુ પૂરો થયા પછી તેઓ પાછા જાય અથવા તો અહીં કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ પર રહી શકે છે. સંદેશો સ્પષ્ટ છે. આ બિનવસાહતીઓ અમેરિકામાં કાયદાનો ભંગ કરીને, સમયમર્યાદાથી વધારે, ગેરકાયદે રહી શકે નહીં.
આ માટે તેઓની અગાઉથી ગેરકાયદે હાજરી વધવાની શરૂઆત થઈ જાય.
– ઇમિગ્રેશન બેનિફિટ માટેની વિનંતીનો ડીએચએસ દ્વારા ઇનકાર કરવામાં આવે તે દિવસ પછી, જો ડીએચએસને ખ્યાલ આવે કે જે તે વ્યક્તિએ અન્ય ઇમિગ્રેશન બેનિફિટ માટેની વિનંતી દરમિયાન પોતાના બિનવસાહતી દરજ્જાનો ભંગ કર્યો છે.
– તેઓનો આઇ-94ની અવધિ પૂરી થઈ ગયા પછી, અથવા,
– એ દિવસ પછી ઇમિગ્રેશન જજ અથવા ચોક્કસ કેસોમાં બોર્ડ ઓફ ઇમિગ્રેશન અપીલ્સ (બીઆઇએ) તેઓને બાકાત રાખવામાં આવે, દેશનિકાલનો આદેશ આપે અથવા દૂર કરવામાં આવે.
નવમી ઓગસ્ટ, 2018ના રોજ અથવા ત્યાર પછી એફ, જે, એમ સ્ટેટસમાં જે તે નાગરિકો પોતાનો દરજ્જો જાળવવામાં નિષ્ફળ ગયા હોય, તેઓ નીચે પ્રમાણે કોઈ પણ વેળાસર ગેરકાયદે હાજરી વધારવાની શરૂઆત કરશેઃ
– અભ્યાસક્રમમાં પ્રવેશ અથવા માન્યતાપ્રાપ્ત પ્રવૃત્તિ ન મળી હોય, અથવા અમાન્ય પ્રવૃત્તિમાં તેઓ સંકળાયેલા હોય.
– કોઇ પણ કાયદેસર પ્રેક્ટિકલ ટ્રેનિંગ અથવા કોઈ પણ માન્ય ગ્રેસ પિરિયડ સહિત સ્ટડી અથવા પ્રોગ્રામનો કોર્સ પૂર્ણ કર્યાના દિવસ પછી,
– તેઓની આઇ-94ની અવધિ પૂરી થઈ ગયા પછી, અથવા,
– એ દિવસ પછી ઇમિગ્રેશન જજ અથવા ચોક્કસ કેસોમાં બોર્ડ ઓફ ઇમિગ્રેશન અપીલ્સ (બીઆઇએ) તેઓને બાકાત રાખવામાં આવે, દેશનિકાલનો આદેશ આપે અથવા દૂર કરવામાં આવે.
જે તે નાગરિકો 180થી વધુ દિવસ દરમિયાન એક જ વાર રોકાણ દરમિયાન ગેરકાયદે હાજર રહ્યા હોય, અને પછી દેશનિકાલ થયા હોય તો, તેમના પર ફરીથી ત્રણ વર્ષ અથવા દસ વર્ષનો પ્રતિબંધ લાદી શકે છે. આ પ્રતિબંધ તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલો સમય ગેરકાયદે રહ્યા તેના પર આધારિત હોય છે. ત્રણ વર્ષ, દસ વર્ષ અથવા કાયમી ગેરકાયદે હાજર રહેનાર વિઝા, એડમિશન, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ, પરમેનન્ટ રેસિડન્સ માટે અરજી કરવા પાત્રતા ધરાવતો નથી.
આ પોલિસી મેમોરેન્ડમ યુએસસીઆઇએસ એડજ્યુડિકેટર ફીલ્ડ મેન્યુઅલના ચેપ્ટર 40.9.2 પર આધારિત છે.
આ પોલિસી મેમોરેન્ડમ વિશેની ટિપ્પણીઓ યુએસસીઆઇએસ દ્વારા સ્વીકાર્ય છે. 20 દિવસની પબ્લિક કોમેન્ટની સમયમર્યાદાની શરૂઆત થઈ છે અને તે 11મી જૂન, 2018ના રોજ પૂરી થશે. કોમેન્ટ પ્રોસેસની સંપૂર્ણ માહિતી માટે તમે કોમેન્ટ પેજ ઉપર પોલિસી મેમોરેન્ડાની મુલાકાત લઈ શકો છો.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો     201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here