રશિયાને જી-7માં ફરી દાખલ કરવાની ટ્રમ્પની ભલામણને આવકારતા પુટિન

0
960
Russia's President Vladimir Putin speaks during a session of the Valdai Discussion Club in Sochi, Russia October 19, 2017. REUTERS/Alexander Zemlianichenko/Pool

ઔદ્યોગિક દેશોના સમૂહ જી-7માં રસિયાને પુન સભ્ય તરીકે લેવા માટે અમેરિકાના પ્રમખ ડોનાલ઼્ ટ્રમ્પે કરેલી રજૂઆતને રશિયાના પ્રમુખ વ્લાદમિર પુટિને આવકારી હતી. તેમણે કહ્યું હતું કે, જો સમિટનું આયોજન વોશિંગ્ટન દ્વારા થાય તો હું ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે  રાજી છું. રશિયાના પ્રમુખ પુટિને જણાવ્યું હતું કે, મારી અને ટ્રમ્પની મુલાકાતનું આયોજન કરી આપવા માટે ઓસ્ટ્રેલિયાએ ઓફર કરી છે. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પે વારંવાર આવી મુલાકાત માટે આગ્રહ કર્યો છે.વાઈટ હાઉસના અધિકારીઓ એ માટે કામગીરી કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, પુટિન સાથે મુલાકાતનું ગોઠવાય એ  બાબત મારું મન હંમેશા ખુલ્લું છે.