યુક્રેનને દુનિયાના નક્શાથી મિટાવી દેવાનો પ્લાનઃ પુતિન-કિમ જોંગ વચ્ચે ડીલ

રશિયા: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ થઈ ગયા છે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 2022ની 24મી ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેનની ધરતી પર હુમલા કરવાની શરૂઆત કરી હતી. જો કે રશિયન સૈન્ય પાસે ચાર ગણી તાકાત હોવા છતાં યુદ્ધમાં યુક્રેનને હરાવી શક્યું નથી. આ વચ્ચે કિવ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પુતિન અને કિમ જોંગ ઉન સાથે મળીને તેમની વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી અને યુદ્ધ સમાપ્ત થવાના પણ કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ યુદ્ધને કારણે અમેરિકાએ રશિયા વિરુદ્ધ 500થી વધુ નવા પ્રતિબંધ લગાવ્યા છે. ત્યારે હવે કિવએ મોટો દાવો કર્યો છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મળીને તેમના વિરુદ્ધ ષડયંત્ર રચી યુક્રેનને દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવાનો પ્લાન બનાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here