યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહની ધામ ધૂમથી ઉજવણી

 

ડાકોરઃ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાય મંદિર ૧૫મી ના રોજ સોમવારે દેવ ઊઠી એકાદશી પર્વના દિવસે તુલસી  વિવાહનુ  ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય પ્રસંગે મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને જય રણછોડ નાદથી સમગ્ર વાતાવરણ રણછોડમય બની ગયું હતું. મંદિરમાં સાંજે ઉત્થાપન આરતી બાદ શ્રી ઠાકોરજી દૂલ્હેરાજા બંની સુશોભિત ઘોડા પર બેસીને  વાજતે ગાજતે તુલસીજી સાથે પરણવા આવ્યા હતા. 

ડાકોર મંદિર પરિસર લગ્ન ગીતો અને જય રણછોના નાદથી ગુજી ઉઠયું હતુ સાત જેટલા કુંજ પર શ્રીગોપાલજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. ડાકોર મંદિરમાં બિરાજેલા ભગવાન શ્રી રણછોડરાયજીને સોમવારે કારતક સુદ એકાદશી પર્વ નિમિત્તે નિત્યક્રમ મુજબ સવારે ૬.૪૫ કલાકે મંગળ આરતી કર્યા બાદ ભગવાનને પંચામૃત અભિષેક સ્નાનથી વિશેષ શણગાર કરાયો હતો. સાંજે ઉત્થાપન  આરતી થયા બાદ મંદિરમાં બિરાજેલા ભગવાનને દુલ્હેરાજાનો શણગાર કરાયો હતો. 

સાજે ભગવાન શ્રી ગોપાલ લાલજી મહારાજ સોનાની પાલખી માં બિરાજમાન કરાયા હતા. ત્યારબાદ દુલ્હેરાજા બનેલા ભગવાન ગોપાલ લાલજી મહારાજનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો. વરઘોડો નગરના નિયત કરેલા રૂટ  પર થઈને લક્ષ્મીજી મંદિરે પહોંચ્યો હતો ત્યારબાદ શ્રી લક્ષ્મીજીના મંદિરથી બોડાણા મંદિર થઈને નીજ મંદિરમાં પરત આવ્યો હતો. ત્યારબાદ નિજ મંદિરમાં અલગ-અલગ સાત જેટલા કુંજમાં ભગવાનના તુલસી સાથે વિવાહ કરવામાં આવ્યો હતો. ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહની આતશબાજી સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિવાહ  બાદ મંદિરમાં ભગવાન શયન તથા સખડી ભોગ આરોગવા બિરાજ્યા હતા. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ અને યાત્રિકોએ તુલસી વિવાહની ઉજવણીના દર્શન કરીને ખૂબજ ધન્યતા અનુભવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here