જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

 

મેષ (અ.લ.ઇ.)

આ સપ્તાહ દરમિયાન સન્માન અને કીર્તિમાં વધારો થાય. વ્યાપારમાં ઉન્નતિ અને પ્રગતિ થાય. વ્યાપારમાં નવી તકો મળવાના યોગો આવશે. જવાબદારીઓનું પૂરું ધ્યાન રાખવું. નોકરિયાતવર્ગને ઇચ્છિત સ્થળાંતર અને બઢતીના યોગો બનશે. આર્થિક સ્થિતિ સંતોષપ્રદ રહેશે. સંતાનોનાં કાર્યો સફળ થાય. સમયની અનુકૂળતાનો વધારેમાં વધારે લાભ લઈ લેવો. રચનાત્મક રુચિમાં વધારો થાય. તા. ૨૧, ૨૨ વ્યસ્ત દિવસ રહે. તા. ૨૩, ૨૪, ૨૫ મધ્યમ ફળદાયી દિવસ રહે. તા. ૨૬, ૨૭ સારા દિવસો પસાર થાય.

વ્ૃષભ (બ.વ.ઉ.)

આ સપ્તાહ દરમિયાન મકાન અને જમીન સંબંધી કાર્યો પૂરાં થશે. રચનાત્મક કાર્યોમાં સારું ફળ પ્રાપ્ત થશે. કાનૂની વિવાદો ઉકેલવાની તકો આવશે. અહંકારના ભાવો મનમાં ન લાવવા. સપ્તાહના અંતમાં આપનાં કાર્યોની સમાજમાં અને પરિવારમાં આલોચના થઈ શકે છે. વ્યાપારમાં જો ખોટો નિર્ણય લેવાઈ જશે તો નુકસાની ભોગવવી પડશે, માટે સાવચેત રહેવું. તા. ૨૧, ૨૨ લાભ થાય. તા. ૨૩, ૨૪, ૨૫ સફળતા. તા. ૨૬, ૨૭ વ્યસ્ત દિવસો.

મિથુન (ક.છ.ઘ.)

આ સપ્તાહ દરમિયાન આપની ઇચ્છિત કામનાઓ પૂરી કરી શકશો. સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ ઉકેલાશે, સાર ધનલાભની સંભાવના છે. વ્યાપારમાં વ્ાૃદ્ધિ સાથે નવી યોજનાઓ લાભદાયક બને. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. વ્યાપારમાં ઉચિત લાભ થશે. જીવનસાથી સાથે મતભેદો થવાની શક્યતા છે. તા. ૨૧, ૨૨, ૨૩ પ્રવાસનું આયોજન થાય. તા. ૨૪, ૨૫ અધૂરા પ્રશ્ર્નો પૂરા થાય. તા. ૨૬, ૨૭ મધ્યમ રહે.

કર્ક (ડ.હ.)

આ સપ્તાહ દરમિયાન આપની સમસ્યાઓનો હલ નીકળતો જણાશે. બુદ્ધિચાતુર્યથી કાર્યો કરવાં, કેમ કે વિરોધીઓ કાર્ય બગાડે તેમ છે. સંતાનોનાં કાર્યો પર નજર અવશ્ય રાખજો. વ્યાપારિક કાર્યોમાં જવાબદારીનો વધારો થાય. સુખનાં સાધનો પ્રાપ્તિના યોગો બનશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. માંગલિક કાર્યોની ચર્ચા થશે. ભાઈ-બહેનોની મદદ મળશે. યાત્રા કે પ્રવાસમાં સાવચેતી રાખશો. તા. ૨૧, ૨૨, ૨૩ સામાન્ય કામ રહેવાથી આરામ મળે. તા. ૨૪, ૨૫ લાભ. તા. ૨૬, ૨૭ સ્વાસ્થ્ય સાચવવું.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં આપને ત્યાં સુખ અને સમ્ાૃદ્ધિ વધવાના યોગો છે. વેપાર ખૂબ જ સારો રહેશે. સમયનો દુરુપયોગ ન કરતાં પઠનમાં ધ્યાન રાખવું. સદ્ભાવથી પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થશે. ચિંતિત કાર્યોમાંથી મુક્તિ મળશે. કોઈના સહયોગની આશા વિના કાર્યો કરવાથી સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથીની સાથે મતભેદો થાય. તા. ૨૧, ૨૨ સાચવવું. તા. ૨૩, ૨૪, ૨૫ ચિંતિત કાર્યો આગળ વધે. તા. ૨૬, ૨૭ વ્યસ્તતા રહે.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહ દરમિયાન રાજકીય કાર્યોમાં સફળતા મળે, પરંતુ ઉતાવળા નિર્ણયો લેવા નહિ. પરાક્રમમાં વધારાથી સમાજ અને પરિવાર બન્ને ક્ષેત્રોનાં કાર્ય પૂર્ણ થાય. જોખમી અને જવાબદારીવાળાં કાર્યોથી બચીને રહેવું. વ્યાપારમાં લાભ થાય. જમીન-મકાનસંબંધી કાર્યો આગળ વધે. કોઈક કાર્યથી ઓચિંતા લાભની સંભાવના રહેલી છે. તા. ૨૧, ૨૨, ૨૩ કાર્ય સંબંધી દોડધામ રહે. તા. ૨૪, ૨૫ વિલંબિત કાર્યો થાય. તા. ૨૬, ૨૭ સ્વાસ્થ્ય સાચવવું.

તુલા (ર.ત.)

આ સપ્તાહ દરમિયાન વ્યાપારિક કાર્ય માટે કરેલો પ્રવાસ લાભદાયી બનશે. પ્રયત્ન કરવાથી અટવાયેલાં નાણાં પ્રાપ્ત થશે. સંતાનો તરફથી સુખદાયક સમાચાર પ્રાપ્ત થશે. કાર્યો અને યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન રાખવું. દુ:સાહસનું પરિણામ હાનિકારક બને. યશ, માન, પ્રતિષ્ઠામાં વધારો થાય. સમય અનુકૂળ હોવાથી વ્યાપારિક પ્રગતિ પણ થાય. જીવનસાથી માટે સાનુકૂળ સમય છે. નોકરિયાત વર્ગ માટે પણ સારી તકો પ્રાપ્ત થાય. તા. ૨૧, ૨૨, ૨૩ કાર્યમાં વ્યસ્તતા રહે. તા. ૨૪, ૨૫ સામાન્ય. તા. ૨૬, ૨૭ સફળતા પ્રાપ્ત થાય.

વ્ૃશ્ર્ચિક (ન.ય.)

આ સપ્તાહ દરમિયાન આરોગ્ય બગડતું જણાય. ખાવાપીવામાં નિયમિતતા અને સાવધાની રાખવી. બહારની ખાણીપીણીથી દૂર રહેવું. આપના અગાઉના વણઊકલ્યા પ્રશ્ર્નો યથાવત્ રહે તેવી સંભાવના ગણાય. આવક કરતાં જાવક વધે નહિ તેના માટે ખર્ચ પર કંટ્રોલ કરવો જ‚રી છે. મુસાફરીમાં આપના સામાન પ્રત્યે ધ્યાન આપવું. તા. ૨૧, ૨૨, ૨૩ જાહેર સમારંભમાં જવાનું થાય. તા. ૨૪, ૨૫ ઉતાવળો નિર્ણય ન લેવો. તા. ૨૬, ૨૭ ધાર્યું કામ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સપ્તાહ દરમિયાન વ્યવસાયકારો માટે ખુશીનો સમય ઉદ્ભવે તેવા હસંકેત મળે છે. આવકમાં વ્ાૃદ્ધિ થવાથી ખુશીમાં ઉમેરો થાય. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે પ્રતિકૂળ સંજોગો ઊભા થાય તેવું ગ્રહ સૂચવે છે. નાણાકીય બચત ન થવાથી નવાં આયોજન મોકૂફ રાખવાં પડે. અગત્યનાં કામો વિલંબમાં પડે. સ્ત્રીવર્ગને થોડી વધારે મહેનત કરવી પડે. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદ રહે. તા. ૨૪, ૨૫ કામ રહે. તા. ૨૬, ૨૭ આરોગ્ય સંભાળવું.

મકર (ખ.જ.)

નાણાકીય અવરોધો દૂર થઈ ચિંતા કે મુશ્કેલીમાંથી રાહત અનુભવી શકો તેવો આ સપ્તાહનો વર્તારો છે. છતાં જાવકનું પ્રમાણ ન વધે તે જોજો. નોકરિયાત વર્ગને લાંબા સમયથી ગૂંચવાયેલા આર્થિક પ્રશ્ર્નોનો ઉકેલ આવે. રોકાયેલાં નાણાં પરત મળવાથી ખુશી અનુભવાય. ધંધાકીય અવરોધ દૂર થવાથી નાના રોકાણકારોને ઉત્સાહ રહે. મિત્રોની કે નજીકના સ્નેહીજનોની મદદ મળી રહે. તા. ૨૧ સારી રહે. તા. ૨૨, ૨૩ જાહેર મિટિંગોમાં જવાનું થાય. તા. ૨૪, ૨૫ મધ્યમ. તા. ૨૬, ૨૭ આરોગ્ય સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સપ્તાહ દરમિયાન તમારો પુરુષાર્થ ફળે. આયોજનપૂર્વક કામ કરો તો ગૂંચવાયેલા પ્રશ્ર્નોમાંથી બહાર આવી શકો. તેના માટે વડીલ વર્ગની સલાહ પણ લેવી અનિવાર્ય ગણી તમારા ઉકેલ શોધી શકો. સંતાનના આરોગ્ય અંગેની ચિંતા હોય તો તે દૂર થાય. ઓફિસમાં કોઈ મહત્ત્વની તક મળે. એમાં ઉત્સાહ દાખવી સફળ પણ થઈ શકો. તા. ૨૧, ૨૨, ૨૩ મહત્ત્વનાં કામો થઈ શકે. તા. ૨૪, ૨૫, ૨૬ શાંતિનો અનુભવ થાય. તા. ૨૭ થોડી વ્યગ્રતા રહે.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ કઢાવી લેવાની ક્ષમતા સારી જણાય. પરિવારજનો પ્રત્યે લાગણી રહે. દૂર રહેતો સ્વજનો સાથે વાતચીતનો દોર રહે, જેથી ખુશી અનુભવાય. ધાર્મિક અને સામાજિક કાર્યોની ‚પરેખા તૈયાર થાય. સમાજમાં નામના વધે. નોકરિયાત વર્ગને થોડી સાવચેતી રાખી કામ કરવું. તા. ૨૧, ૨૨ ભાગ્યોદયકારક ગણાય. તા. ૨૩, ૨૪ આરામ રહે. તા. ૨૫, ૨૬, ૨૭ અન્યનો સહકાર મળી રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here