મોદી સરકારની સખત કાર્યવાહીઃ આવકવેરા ખાતાના 15 ઓફિસરોને ફરજિયાત નિવૃત્ત કરી દીધા

0
847

તાજેતરમાં મળતી માહિતી અનુસાર, કેન્દ્રની મોદી સરકારે આવકવેરા ખાતાના આશરે 15 જેટલા અધિકારીઓને ફરજિયાત તેમની ફરજમાંથી નિવૃત્ત કરી દીધા હતા. ઉપરોકત અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાતા સરકારે આસખત પગલું લીધું હોવાનું કહેવાય છે. કેટલાક અધિકારીઓ વિરુધ્ધ અનિયમિતતાના આરોપ પણ હતા. આવકવેરાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ઉત્પીડન બાબત પણ વડાપ્રધાન મોદીએ લાલકિલ્લા પરથી 15મી ઓગસ્ટે આપેલા ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ 1972ના નિયમ અંતર્ગત, 30 વરસ સેવા કરી ચુકેલા અથવા 50 વરસની ઉંમર સુધી પહોંચેલા અધિકારીઓની નોકરી સરકાર ઈચ્છે ત્યારે સમાપ્ત કરી શકે છે. કેન્દ્ર સરકાર આવા અધિકારીઓને નોટિસ આફીને તેમજ 3મહિનાનું પગાર- ભથ્થું આપીને નિવૃત્ત કરી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here