અમેરિકા- ચીનના સંબંધો અત્યંત કડવાશભર્યા બની રહ્યા છે. અમેરિકાએ ચીનને હયુસ્ટનસ્થિત કોન્સ્યુલેટ આગામી 72 કલાકની અંદર બંધ કરવાનો આદેશ આપ્યો …

Reuters

 

        ચીનના વુહાનથી જન્મેલા કોરોના વાયરસે આખી દુનિયામાં બેહિસાબ તબાહી મચાવી છે. કોરોનાને કારણે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થયું છે. ચીન અને અમેરિકાના વ્યાપારી અને રાજદ્વારી સંબંધોમાં તણાવ  અને કડવાશ પ્રવેશી ચૂકી છે. મંગળવારે હયુસ્ટન સ્થિત ચીનની કોન્સ્યુલેટમાં હજારો દસ્તાવેજ સળગાવી દેવામાં આવ્યા હતા. એના થોડા કલાકો બાદ અમેરિકાએ ચીનને એની હયુસ્ટન ખાતેની કોન્સ્યુલેટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મંગળવારે રાતના આશરે 8 વાગે હ્યુસ્ટનની ચીની કોન્સ્યુલેટની ઈમારતના પાછલા હિસ્સામાં લોકોએ આગની જવાળાઓ અને ધુમાડો જોયો હતો. આસપાસ રહેનારા વિસ્તારના લોકો એની માહિતી પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટને આપી હતી. થોડાક સમયમાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ફાયબર કેરેટસમાં દસ્તાવેજો લાવવામાં આવતા હતા અને એને આગમાં નાખીને સળગાવી દેવામાં આવતા હતા. આ આગ વિષે કશી અધિકૃત માહિતી ચીનની કોન્સ્યુલેટ દ્વારા આપવામાં આવી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here