મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી IT-ITeSપોલીસી ૨૦૨૨-૨૭ લોન્ચ કરી

 

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ૨૦૨૨થી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ૯ જેટલી સંસ્થાઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્ર્વને બદલી નાંખ્યું છે.

આ નવી અને ઉભરતી IT ટેક્નોલોજી વિશ્ર્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથો સાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં ત્વ્ ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જ‚રિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શ‚ કર્યા છે. ‘ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITeS પોલિસી ૨૦૨૨-૨૭ લોન્ચ કરી છે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નવી પોલિસી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૮ સપનાંઓ પૈકીનું એક સપનું ‘બેરોજગારીસે મુકત રોજગારીસે યુકત’માં મહત્વનું યોગદાન આપનારી બનશે. 

આ ગુજરાત IT અને ITeS પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યુ કે, હાઇસ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવવા, અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે. એટલું જ નહિ, રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીનલર્નીંગ, ક્વોન્ટમકોમ્પ્યુટીંગ, બ્લોકચેન જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે. 

મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ ૩ હજાર કરોડથી વધારીને ૨૫ હજાર કરોડ સુધી લઇ જવા અને IT અને ITeS ક્ષેત્રમાં નવી ૧ લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. વર્લ્ડકલાસ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ડેટાસેન્ટર્સ અને ઇર્મજિંગ ટેક્નોલોજીમાં ઇનોવેશન સેન્ટર્સની ઉપલબ્ધતામાં પણ ગુજરાત અગ્રેસર રહીને નેતૃત્વ કરે તેવી નેમ આ નવી પોલિસીની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here