માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ સંસદમાં ભારતને અલ્ટીમેટમ આપ્યું

માલદીવઃ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ સંસદની બેઠક પહેલા આપેલા પોતાના પહેલા રાષ્ટ્રપતિ ભાષણમાં ભારતનું નામ લીધા વગર ઘણી વાત કરી. ઇન્ડિયા આઉટના નારા પર સત્તા પર આવેલા મુઈજ્જુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેમની સરકાર દેશના સંપ્રભુત્વ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. તેઓ કોઈપણ પ્રકારના બહારના દબાણ સામે નહીં ઝૂકે. સંસદમાં પોતાના પહેલા સંબોધનમાં મુઈજ્જુએ માલદીવમાં ભારતીય સૈનિકોની હાજરી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે માલદીવના બહુમતી લોકો તેમની સરકારનું સમર્થન કરે છે. હાઇડ્રોગ્રાફિક સમજૂતી 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માલદીવ પ્રવાસ દરમિયાન થઈ હતી. આ સમજૂતી હેઠળ ભારત માલદીવના સમુદ્રી વિસ્તારમાં હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરાવતું હતું, જેના માટે કેટલાય ભારતીય જહાજો ગોઠવાયા હતા. માલદીવની સંસદમાં ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પોતાના ભારત વિરોધી વલણ પર કાયમ છે. માલદીવના સંસદમાં ભાષણ દરમિયાન તેમણે ફરીથી ભારત વિરોધી નિવેદન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here