મંદીથી ઊગરવા હોંગકોંગ સરકાર દરેક નાગરિકને રૂ. ૯૨,૦૦૦ આપશે

 

હોંગકોંગઃ હોંગકોંગ સરકારે પોતાના ૭૦ લાખ સ્થાનિક રહેવાસીઓ માટે રોકડ સહાયની જાહેરાત કરી છે. મંદી સામે પહેલેથી જ ઝઝૂમી રહેલા અર્થતંત્રને કોરોના વાઇરસથી વધુ મોટો ફટકો લાગતાં આ નિર્ણય હોંગકોંગ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

હોંગકોંગ સરકારે પ્રત્યેક નાગરિકને ૧૦,૦૦૦ હોંગકોંગ ડોલર (૧,૨૮૦ અમેરિકી ડોલર)ની મદદ આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં હોંગકોંગ સરકારે મંદી સામે ઝઝૂમી રહેલા અર્થતંત્રને ઊંચું લાવવા માટે આ નિર્ણય લીધો છે. હોંગકોંગના નાણામંત્રી પોલ ચાને વાર્ષિક બજેટમાં લોકોને રોકડ સહાયતા આપવાની જાહેરાત કરી હતી. તેમણે અત્યારસુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી બહાર આવવા ૧૨૦ અબજ હોંગકોંગ ડોલરની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારની રોકડ સહાય બહાર પાડવાને લીધે હોંગકોંગ સરકાર પર ૭૧ અબજ હોંગકોંગ ડોલરનો બોજો વધશે. જોકે સામે સરકારને આશા છે કે ગ્રાહકો, ઉપભોક્તાઓ એમાંથી વધુ ને વધુ પૈસા ફરીથી સ્થાનિક વેપારોમાં લગાવશે, જેથી અર્થતંત્રને ઊંચું લાવવામાં મદદ મળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here