આ અબ લૌટ ચલે… કોરોના મહામારી બેકાબૂ  બની હોવાથી ભયભીત શ્રમિકો, મજૂરો પોતાના વતન પાછા ફરી રહ્યા છે…

 

     કોરોનાનું સંક્રમણ કૂદકે  ને ભૂસ્કે વધતું જાય છે. આ મહાસંકટનો સામનો કરવા માટે વિવિધ રાજ્યોે લાદેલા કડક પ્રતિબંધોને કારણે લાખો મજૂરો કામદારો પોતાના વતનમાં વાપસી કરી રહ્યા છે..ફરી 2021માં 2020ના સમયકાળનું પુનરાવર્તન થઈ રહ્યું છે. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં લોકોને બસ, ટ્રેન, ટ્રક – જે પણ વાહન હાથવગુ બને છે, તેની મદદથી તેઓ હવે પોતાના વતનમાં પાછા ફરી રહ્યા છે. દેશમાં સર્વત્ર ભય ને અરાજકતા માહોલ છે. રોજ મજૂરી કરીને પેટ ભરનારા લોકોની હાલત કફોડી છે. આવતી કાલે શું બનશે એના વિચારમાત્રથી તેઓ ઘ્રુજી રહ્યા છે. પોતાના પરિવાર સાથે રહીને મુશ્કેલ સમયનો સામનો કરવો વધુ સહેલો છે. આથી હવે  રોજી- રોટીની ચિંતા મૂકી દઈને તેઓ પલાયન કરવા ઉતાવળા થયા છે. દેશની રાજધાની  દિલ્હીમાં એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન સરકારે 15 દિવસનું મિનિ લોકડાઉન જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં પણ 15 દિવસ, માટે 14મી કલમ લાગુ કરવામાં આવી છે. માંડ માંડ કામ શરૂ થયું હતું, રોજી મળવાની શરૂઆત થઈ હતી ત્યાં ફરીથી કોરોનાનું સંક્રમણ અને લોકડાઉનના પ્રતિબંધોને લીધે કામદારો નિરાશ થયા છે. ફરી પાછું લોકડાઉન જાહેર થાય ને અધવચ્ચે રખડી પડાય તો … આથી પોતાના ઘર ભણી જવા શ્રમિકોએ દોટ મૂકી છે. મુંબઈ- નાસિક, પૂણે- થાણાથી બસ અને ટ્રેનોમાં બેસીને શ્રમિકો હવે પોતાના વતન જઈ રહ્યા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here