ભારત સહિત કેટલાક દેશોને મોટો ઝટકોઃ એસ્ટ્રાઝેનેકાના ટ્રાયલ સ્થગિત

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ વિરુદ્ધ જારી લડાઈને એક મોટો ઝટકો લાગ્યો છે. એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિનના હ્યુમન ટ્રાયલમાં શામેલ એક વ્યક્તિના બીમાર પડ્યા બાદ હાલ ટ્રાયલ રોકવામાં આવ્યું છે. એસ્ટ્રાઝેનેકાએ એક નિવેદન જારી કરી કહ્યું છે કે, આ એક રૂટિન અવરોધ છે, કારણકે ટેસ્ટિંગમાં શામેલ વ્યક્તિની બીમારી વિશે હાલ સુધી કંઈ સમજ નથી પડી. આ વેક્સિનનું નામ ખ્ક્ષ્ઝ઼૧૨૨૨ રાખવામાં આવ્યું હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ષ્ણ્બ્) અનુસાર, દુનિયાના અન્ય વેક્સિન ટ્રાયલ અનુસાર આ સૌથી આગળ ચાલી રહી હતી. ભારત સહિત કેટલાક દેશોની નજર ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન પર ટકેલી છે.

એક રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં ચાલી રહેલા ટ્રાયલને હાલ સ્થગિત કરવામાં આવ્યું છે અને હવે એક સ્વતંત્ર તપાસ બાદ જ આને ફરી ચાલુ કરવામાં આવશે. વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં હજારો લોકો શામેલ થાય છે અને આમાં કેટલી વાર કેટલા વર્ષો લાગે છે. કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં લગભગ ૩૦ હજાર લોકો શામેલ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું, ટ્રાયલમાં બીમાર પડવાની પુરી શક્યતા છે, પરંતુ તેનું ફરી વાર પરીક્ષણ ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. આપને જણાવી દઈએ કે આ બીજી વાર થયું છે જયારે ઓક્સફોર્ડ યુનિ.માં કોરોના વાઇરસનું વેક્સિનનું ટ્રાયલ રોકવામાં આવ્યું છે.

 દેશમાં કરોના વાઇરસથી સંક્રમિતનો આંકડો ૪૩ લાખને પાર થઇ ગયો છે. ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮૯,૭૦૬ નવા દર્દી સામે આવ્યા. હાલ સુધી કોવીડ-૧૯ના ૪૩,૭૦,૧૨૯ લોકો સંક્રમિત મળ્યા છે. ૨૪ કલાક દરમિયાન ૧૧૧૫ દર્દીઓએ જીવ ગુમાવ્યો, જેના કારણે આ વાઇરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૭૩,૮૯૦ થઇ ગઈ છે. રાહતની વાત છે કે, હાલ સુધી ૩૩,૯૮,૦૦૦ લોકો સાજા પણ થઇ ગયા છે. કોરોનાના હાલ ૮,૯૭,૩૯૪ એક્ટિવ કેસ છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ૯ સપ્ટેમ્બર સવાર સુધી વધી ને ૬૫,૧૪,૦૦૦ પહોંચી ગઈ છે, તેમાંથી ૧,૯૪,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં ૪૩ લાખ લોકો સંક્રમિત થયા છે અને તેમાંથી ૭૪ હજાર લોકોએ તેમનો જીવ ગુમાવ્યો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here