ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત નવાં ૧૧૯૭ કેસ, કુલ ૯૦,૧૩૯ કેસ

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૧૯૭ પોઝિટવ કેસ અને ૧૭ મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ સુરતમાં ૨૫૩ પોઝિટિવ કેસ અને ચાર મૃત્યુ નોંધાયા છે. નવાં ૧૧૯૭ કેસોના ઉમેરા સાથે ગુજરાતમાં કુલ કેસોનો આંક ૯૦,૧૩૯ પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક ૨૯૪૭ થયો છે. આજે કુલ ૧૦૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સુરતમાં ૨૫૩, અમદાવાદમાં ૧૬૩, વડોદરામાં ૧૨૪ અને રાજકોટમાં ૯૯ કેસ નોંધાયા છે. રાજ્યના ચાર મોટાં શહેરો ઉપરાંત નાનાં શહેરો અને વિસ્તારોમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેમાં જામનગરમાં ૮૮, ભાવનગરમાં ૪૫, ગાંધીનગરમાં ૪૩, અમરેલીમાં ૩૪, પંચમહાલમાં ૩૧, ભરૂચમાં ૨૯, જૂનાગઢમાં ૨૯ કેસ નોંધાયા છે. નવાં ૧૧૯૭ કેસના ઉમેરા સાથે રાજ્યમાં કુલ કેસોનો આંક ૯૦,૧૩૯ થયો છે અને ૧૭ દર્દીના મૃત્યુના ઉંમેરા સાથે કુલ મૃત્યુઆંક ૨૯૪૭ થયો છે. ઉલ્લેખનીય છે કે આજે થયેલા ૧૭ મૃત્યુ માત્ર કોરોનાના કારણે જ થયાં છે, કોરોના સાથે અન્ય કોઇ બીમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેને કોરોનાના કારણે થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા પણ જાહેર કરવામાં આવતા નથી. અમદાવાદમાં પાંચ, સુરતમાં ચાર, રાજકોટમાં ચાર, વડોદરામાં બે, દાહોદમાં એક અને ગીર-સોમનાથમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં ૧૦૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૭૨,૩૦૮ પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યારે કુલ ૧૪,૮૮૪ એક્ટિવ કેસ છે, જે પૈકી ૮૬ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૪,૭૯૮ કેસ સ્ટેબલ છે. અમદાવાદમાં સુરતની સરખામણીએ ખૂબ ઓછાં કેસો હોવાં છતાં અમદાવાદમાં પાંચ અને સુરતમાં ચાર મૃત્યુ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here